ਸੈਸ਼ਨ 42

Listen to find out how to talk about uncertainty in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે અનિશ્ચિતતા વિશે કઈ રીતે વાત કરશો.

Session 42 score

0 / 3

  • 0 / 3
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

How do I talk about uncertainty?

એ કઈ અનિશ્ચિત વસ્તુઓ છે જે  વિશે તમે લોકોને જણાવવા માંગો છો?

તમે અનિશ્ચિત છો એવું સામેની વ્યક્તિને જણાવવું કયારે અગત્યનું બની જાય છે?

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ. હલ્લો ફિલ...વેલકમ!

Phil
Welcome, everyone!

પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચા કરીશું કે અનિશ્ચિતતા વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. Phil, do you ever have to do that?

Phil
All the time!

પ્રેઝન્ટર
Great! હવે તમે ત્રણ લોકોને સાંભળો. તેઓ કઈ બાબતે અનિશ્ચિત છે?

Insert
I think there's a bookshop near the station, but I'm not sure.
A bookshop? There could be one in the town centre, but I don't really know.
I suppose there's a bookshop near here, but maybe I'm wrong.

પ્રેઝન્ટર
હા, બધા ‘bookshop’ એટલે કે પુસ્તકનાં દુકાન વિશે વાત કરી રહ્યા છે. પણ ત્રણેયને ચોક્કસ રીતે ખબર નથી કે દુકાન કયા આવી છે. મિત્રો, હવે ફરીથી પ્રથમ વ્યક્તિને સાંભળો. પોતે અનિશ્ચિત છે તે જણાવવા માટે મહિલા કયા શબ્દોનો ઉપયોગ કરે છે?

Insert
I think there's a bookshop near the station, but I'm not sure.

Phil
Did you get that? She said 'I think' at the beginning. She also ended by saying 'but I'm not sure'. Here are some more examples:

I think Rick's having lunch, but I'm not sure.

I think I left my keys at home, but I'm not sure.

We pronounce 'think' with a /θ/ sound – remember that your tongue touches your front teeth when you say it. Repeat after me to practise:

Think

I think there's a book shop

I think there's a book shop, but I'm not sure.

પ્રેઝન્ટર
હવે બીજા વક્તાને સાંભળો. પોતે અનિશ્ચિત છે તે વિશે તે કઈ રીતે જણાવે છે?

Insert
A bookshop? There could be one in the town centre, but I don't really know.

Phil
Again, there are two things here. Instead of saying 'there is' we have a modal verb – 'there could be' – 'could' means something is possible. We also have the ending 'I don't really know'. Here's another example:

There could be some chicken in the fridge, but I don't really know.

પ્રેઝન્ટર
હવે ત્રીજી વ્યક્તિને સાંભળો.

Insert
I suppose there's a bookshop near here, but maybe I'm wrong.

Phil
Again, two things to look for! 'Suppose' means the same as 'think', so 'I suppose' is the same as 'I think'. Also, look at the ending 'but maybe I'm wrong'. Listen to this example:

I suppose I'll be finished by 1 o'clock, but maybe I'm wrong.

Note, we could use any of the endings 'I'm not sure', 'I don't really know' and 'maybe I'm wrong' in any of these sentences.

પ્રેઝન્ટર
સરસ. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમને લાગે છે કે નજીકમાં કોઈ 'chemist' એટલે કે દવાની દુકાન છે, પણ તમે જગ્યા બાબતે ચોક્કસ નથી. તો અંગ્રેજીમાં તમને કહેવું હોય તો કઈ રીતે કહેશો? યાદ રહે જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દો 'think' અને 'sure' નો ઉપયોગ કરો. ફિલ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Phil
I think there's a chemist near the school, but I'm not sure.

પ્રેઝન્ટર
સરસ. હવે કહો કે ‘bus station’ એટલે બસ સ્ટેશન ઉપર 'café'  હોઈ શકે છે. મિત્રો, જવાબ આપતી વખતે ક્રિયાપદ 'could' અને 'know' નો ઉપયોગ કરો. મિત્રો, 'café' નો ગુજરાતીમાં અર્થ થાય છે ઉપહારગૃહ.

Phil
A café? There could be one in the bus station, but I don't really know.

પ્રેઝન્ટર
હવે છેલ્લો પ્રશ્ન. જણાવો કે બગીચાની પાસે દુકાન હોઈ શકે છે. જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દો 'suppose' અને 'maybe' નો ઉપયોગ કરો. ફિલ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે સમય હશે.

Phil
I suppose there's a shop near the park, but maybe I'm wrong.

પ્રેઝન્ટર
મિત્રો, શું તમારા જવાબો સાચા છે? સરસ. હવે તમને ખબર છે કે અનિશ્ચિતતા વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું.

Phil
I think we're out of time, but I'm not sure. I suppose we'll have to finish here, but maybe I'm wrong!

પ્રેઝન્ટર
I'm afraid you're right, but we'll be back next time. મિત્રો, આજે આપણે ક્રિયાપદ 'think', 'could' અને 'suppose' વિશે જણ્યું. સાથે-સાથે શબ્દસમૂહો 'I'm not sure', 'I don't really know' અને 'maybe I'm wrong' વિશે પણ જાણ્યું. Join us next time for more 'How do I…' Bye!

Learn more

1. Think / suppose

જો કોઈ વસ્તુ માટે તમને લાગે કે એ સાચું અથવા ખોટું હોઈ શકે તો એ જણાવવા માટે think અને suppose નો ઉપયોગ કરો.

  • I think there's a bookshop near the station.
  • I suppose there's a bookshop near here.

2. Modal verbs

જો કોઈ વસ્તુ શકય હોય પણ ખાતરી પૂર્વક કહી ન શકો તો modal verb જેમ કે could, may અને might નો ઉપયોગ કરો. Modal verb એટલે બે ક્રિયાપદોનું જોડાણ.

  • There could be a bookshop in the town centre.
  • There might be one near here.
  • There may be some chicken in the fridge.

3. Phrase

અનિશ્ચતતા વિશે વાત કરવા માટે ઘણી વખત શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે 'I'm not sure', 'I don't really know' અને 'may be I'm wrong.' આ શબ્દસમૂહો ઘણી વખતે વિરોધાભાસી જોડાણ but સાથે રજૂ કરાય છે.

  • I think there's a bookshop near the station, but I'm not sure.
  • A bookshop? There could be one in the town centre, but I don't really know.
  • I suppose there's a bookshop near here, but maybe I'm wrong.

How do I talk about uncertainty?

3 Questions

Choose the correct answer.
પ્રશ્નોનો સાચો જવાબ આપો.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Is it important to be able to say when you are not certain? Come and tell us on our Facebook group!
તમે કયારે અનિશ્ચિત છો શું એ જણાવવું મહત્ત્વપૂર્ણ છે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • bookshop
    પુસ્તકની દુકાન

    station
    સ્ટેશન

    town centre
    નગર કેન્દ્ર

    near
    નજીક

    chicken
    પાળેલી મરઘીનું માંસ

    fridge
    રેફ્રિજરેટર