Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 7
Listen to find out how to talk about someone’s appearance in English.
સાંભળો અને જાણો તમે કઈ રીતે અંગ્રજીમાં કોઈના દેખાવ વિશે વાત કરશો.
Session 7 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I talk about someone's appearance?
How can we give a good amount of detail when describing the appearance of people we know? Listen to today’s episode to find out!
તમે જે વ્યક્તિને ઓળખો છો તેના દેખવા વિશે વર્ણન કરતી વખતે વધારે માહિતી કઈ રીતે આપશો? આજનો ઍપિસોડ સાંભળો અને જાણો!
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ટો મ...વેલકમ ટોમ!
Tom
Hi everybody! I’m Tom, welcome to today’s episode of How do I.
પ્રેઝન્ટર
સામેની વ્યક્તિ કેવો દેખાય એનું વર્ણન જો અંગ્રેજીમાં કરવું હોય તો તમે શું કહશો? આજના ઍપિસોડમાં વ્યકિતના દેખાવને વિવિધ રીતે કેમ વર્ણન કરવું તેના વિશે વાત કરીશું. સહુથી પહેલા તમે સાંભળો બે વ્યક્તિઓને. પ્રથમ વ્યક્તિ પોતાના ‘boyfriend’ નું વર્ણન કરી રહી છે જ્યારે બીજી વ્યક્તિ પોતાની માતાનો. સાંભળો અને જણાવો કઈ વ્યક્તિને ‘bl onde hair’ એટલે સોનેરી વાળ છે.
Speaker 1
What does your boyfriend look like?
Speaker 2
He's tall and has short, blonde hair.
Speaker 1
What does your mother look like?
Speaker 2
She's quite short and has long, dark hair.
પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહ્યું મિત્રો? પહેલી વ્યક્તિના બોયફ્રેન્ડના ‘short, blonde hair’ એટલે 'ટૂંકા અને સોનેરી' વાળ છે.
Tom
So, let’s begin today’s lesson on appearance!
પ્રેઝન્ટર
તો મિત્રો! ‘Look like’ એ બે મહત્ત્વના શબ્દો છે. બન્ને શબ્દો જણાવે છે આપણે કોઈના દેખાવ વિશે વાત કરી રહ્યા છે.
દેખાવ વિશે પૂછનાર વ્યક્તિ ‘do’ નો ઉપયોગ કરે છે કે પછી ‘does’ નો?
Tom
Let’s listen again to find out!
What does your boyfriend look like?
What does your mother look like?
પ્રેઝન્ટર
મિત્રો, ત્રીજી વ્યક્તિ વિશે વાત કરતી વખતે ‘does’ નો ઉપયોગ કરશું. જ્યારે પ્રશ્નનો વિષય ‘he’, ‘she’ અથવા ‘it’ હોય ત્યારે ‘does’ નો ઉપયોગ એ ફરજીયાત છે. Tom, શું તમે પ્રશ્નનાં સૌથી મહત્ત્વના ઉચ્ચારણ વિશે જણાવશો?
Tom
Of course! Let’s work backwards to help with our rhythm. Repeat after me.
does your
What does your
Now let’s make it complete! Let’s add ‘mother’ and ‘look like’. ‘Mother’ and ‘look’ have strong stress.
What does your mother look like?
પ્રેઝન્ટર
સરસ! You will be sounding more natural in no time! સવાલનો જવાબ આપતી વખતે બન્ને વ્યક્તિઓ ‘be’ અને ‘have’ ના પ્રકારનો ઉપયોગ કરે છે. ફરીથી સાંભળો અને જાણો કે ‘be’ ના ક્યા પ્રકારનો જવાબ આપવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
He's tall and has short, blonde hair.
She's quite short and has long, dark hair.
Tom
They say ‘he’s’ or ‘she’s’. The speakers are using the short form of ‘is’.
પ્રેઝન્ટર
અહીં ‘is’ જે ‘be’ નો એક પ્રકાર છે તેનો ઉપયોગ કરીને વ્યક્તિની ઊંચાઈ વિશે જણાવે છે. તમે ‘is’ નો ઉપયોગ કરીને કોઈની ઉંમર, શરીર ક્ષમતા અને બીજી લાક્ષિણકતાઓ વિશે જણાવી શકો છો. કોઈના વિશે તમારા વિચાર પણ જણાવી શકો છો.
Tom
The first speaker says ‘he’s tall’. The second speaker says ‘she’s quite short’.
પ્રેઝન્ટર
એકદમ બરાબર! ‘Tall’ એ ‘short’ નો વિરોધી શબ્દ છે. અંગ્રેજીમાં ‘Quite’ શબ્દનો અર્થ થાય છે ‘not very’. જ્યારે આપણે જ્યારે ‘quite short’ કહીએ છે તો એ ‘short’ શબ્દની અસરકારતાને થોડી ઓછી કરી નાંખે છે.
That’s not all! ‘Have’ નો ઉપયોગ કરીને વાળનો રંગ અને લંબાઈ વિશે જણાવવામાં આવે છે. સાથે-સાથે ચેહરાની લાક્ષણિકતાઓ પણ જેમ કે આંખોનો રંગ. મિત્રો, હવે વક્તાઓને ફરીથી સાંભળો અને જાણો કે તેમને ‘have’ નો ઉપયોગ કઈ રીતે કર્યો છે.
He's tall and has short, blonde hair
She's quite short and has long, dark hair.
પ્રેઝન્ટર
અહીં વાળ વિશે વાત કરવા માટે ‘have’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘Has’ એ ‘have’ ના રૂપમાં છે. ‘Has’ નો ઉપયોગ ‘he’, ‘she’ અને ‘it’ માટે કરવામાં આવે છે. યાદ રાખો ‘hair’ એટલે કે વાળ સાથે ક્યારેય પણ ‘a’ નો ઉપોગ કરવો નહીં. આમ કરવાથી અર્થ થશે માત્ર એક જ વાળ!
Tom
OK! Now, time to practise!
પ્રેઝન્ટર
પહેલા તમે સાંભળો આ ઉત્સાહિત વ્યક્તિને. તે કોના વિશે વાત કરી રહી છે?
Hey! I’m so happy! I have a new boyfriend!
પ્રેઝન્ટર
વાહ! બૉયફ્રેન્ડ! તારો બૉયફ્રેન્ડ કેવો દેખાય છે? અંગ્રેજીમાં કઈ રીતે કહેશો? ટોમ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Tom
What does your boyfriend look like?You could also say ‘what does he look like’?
પ્રેઝન્ટર
Did you say the same? હવે કહો કે આ પ્રશ્નનો જવાબ શું હશે.
What does your best friend look like?
પ્રેઝન્ટર
તમે અંગ્રેજીમાં કેવી રીતે કહશો કે તેની ઊંચાઈ થોડી ઓછી છે અને વાળ લાંબા છે?
Tom
She’s quite short and has long hair.
પ્રેઝન્ટર
Well done! યાદ રાખો ‘quite’ નો ગુજરાતીમાં અર્થ થાય છે થોડી ઓછી.
Tom
Great! So, now you know how to describe appearance, practise with some of your friends!
પ્રેઝન્ટર
And, don’t forget to join us next week for another great episode of 'How do I…'. Bye!
Tom
Bye!
Learn more!
1. હું કોઈના દેખાવ વિશે કઈ રીતે પૂછું?
કોઈના દેખાવ વિશે પૂછતી વખતે પ્રશ્નમાં મુખ્ય ક્રિયાપદ છે 'look'. પ્રશ્નનું માળખું બનાવવા માટે 'look' ની સાથે બીજો શબ્દ 'like' જોડવામાં આવે છે. જોડાણ બાદ નવો શબ્દ બનશે ‘look like’.
‘Do’ એક સહાયક ક્રિયાપદ છે જેના થકી પ્રશ્નવાચક વાક્ય બને છે. જ્યારે પ્રશ્નનો વિષય ‘he’ અથવા ‘she’ હોય ત્યારે ‘does’ નો ઉપયોગ કરવામાં આવે છે. શબ્દોનો ક્રમ આ પ્રકારે હશે.
What does he/she look like?
2. હું કોઈના દેખાવનું વર્ણન કઈ રીતે કરું?
કોઈના દેખાવ વિશે જણાવવા માટે અંગ્રેજીમાં ‘be’ નો ઉપયોગ કરાય છે. ત્રીજી વ્યક્તિઓ માટે ‘be’ ની જગ્યાએ ‘is’ નો ઉપયોગ કરશું.
અંગ્રેજીમાં ‘be’ નો ઉપયોગ કોઈની ઊંચાઇ વિશે જણાવવા માટે કરવામાં આવે છે. ‘Tall’ અને ‘short’ એ સામાન્યતઃ ઉપયોગમાં લેવાતા વિશેષણો છે, જેના થકી ઊંચાઈ વિશે જણાવવામાં આવે છે.
He is tall.
ઊંચાઈ અંગે વાત કરવા માટે ક્રિયાવિશેષણ અવ્યય ‘quite’ નો પણ ઉપયોગ કરી શકો. ‘Quite’ શબ્દ વિશેષણની અસરકારકતા ઓછી કરી નાંખે છે. આ શબ્દ ‘a little bit’ નો સામાનાર્થી શબ્દ છે.
She is quite short.
તમે ‘be’ નો ઉપયોગ કરીને કોઈની ઉંમર, શારીરિક ક્ષમતા અને કોઈ વિશે પોતાનો અભિપ્રાય પણ આપી શકો છો. આ માટે તમારે વિશેષણો 'Pretty' એટલે આકર્ષક અને 'handsome' એટલે દેખાવડો નો ઉપયોગ કરવાનો છે. 'Pretty' એ મહિલાઓ માટે છે અને 'handsome' પુરૂષો માટે છે.
She is 25 years old.
She is pretty.
He is tall and thin.
ક્યારેક ક્રિયાવિશેષણ અવ્યય 'quite' પણ ઉમેરવામાં આવે છે. 'Quite' શબ્દ વિશેષણની અસરકારતા ઓછી કરી નાંખે છે. 'Quite' અને 'little bit' નો અર્થ સરખો છે.
She is quite short.
He is quite tall.
3. હું કોઈનું વર્ણન કરવા માટે 'have' નો ઉપયોગ કરી શકું?
‘Have’ નો ઉપયોગ કરીને વાળનો રંગ અને લંબાઈ વિશે જણાવવામાં આવે છે. સાથે-સાથે ચેહરાની લાક્ષણિકતાઓ પણ જેમ કે આંખોનો રંગ. ‘Has’ નો ઉપયોગ ત્રીજી વિશે વાત કરવા માટે કરાય છે.
He has short, blonde hair.
She has blue eyes.
યાદ રાખો ‘hair’ એટલે કે વાળ સાથે ક્યારેય પણ ‘a’ નો ઉપોગ કરવો નહીં. આમ કરવાથી અર્થ થશે માત્ર એક જ વાળ! સામાન્યતઃ રંગ પહેલાં વાળની લંબાઈનું વર્ણવ કરવામાં આવે છે.
How do I talk about someone's appearance?
4 Questions
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Hint
અહીં બે શબ્દોની જરૂર છે.Question 1 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Hint
વર્ણનમાં આવતાં ક્રિયાપદો ઉપર ધ્યાન આપો.Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Hint
વ્યક્તિ કદની વાત પહેલા કરે છે કે પછી રંગની?Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Hint
મહિલાઓ માટે ‘pretty’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Can you describe the appearance of somebody you know in English?
શું તમે કોઈ ઓળખતી વ્યક્તિના દેખાવનું અંગ્રેજીમાં વર્ણન કરી શકો છો?
Answer these questions and tell us on our Facebook group!
સવાલોના જવાબ આપો અને અમારા ફેસબુક ગ્રુપમાં જણાવો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
mother
માતા
boyfriend
બૉયફ્રેન્ડ
pretty
સુંદર, આકર્ષક
handsome
રૂપાળું, દેખાવડું
long
લાંબું
short
વામણું, ટૂંકું
blonde
સોનેરી
dark
શ્યામ