Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 31

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

Session 31 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Blue in the face

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘blue in the face’ એટલે ‘કંઈક કહીને સમયનો બગાડ કરવા’ વિશે. મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતા ‘blue in the face’ વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.

રોબ પોતાના બાળકોથી ઘણો પરેશાન છે અને લાગે છે કે તે બાળકોને કાબુમાં રાખી શકતો નથી. રોબ ફૈફેઈને પોતાની સમસ્યા વિશે જણાવી રહ્યો છે. તમે પણ સાંભળો...

Feifei
Errr Rob, wake up!

Rob
Oh yeah hi everyone.

Feifei
What's wrong Rob?

Rob
It's the kids. My house is a mess – toys, pencils, paints everywhere - and I've been trying to get them to clear everything up.

Feifei
And I guess you haven't been successful?

પ્રેઝન્ટર
તો મિત્રો, બાળકો વસ્તુઓને ઘરમાં ગમે ત્યાં નાંખી દે છે અને રોબને આખું ઘર વ્યવસ્થિત કરવું પડે છે. તેણે બાળકોને સુધારવા માટે એક યોજના પણ બનાવી છે. પણ શું તે કારગત નિવડી છે? જાણવા સાંભળતા રહો..

Rob
That's right. I shouted at them until I was blue in the face – but the house is still a mess.

Feifei
Rob, you don't look blue to me – just your normal colour.

Rob
I know that – what I mean is, I'm wasting my time because it won't happen – whatever I say I won't get the result I want…

Feifei
… which is a tidy house. Hmm, so saying something 'until you're blue in the face' means telling someone something is a waste of time because nothing will happen or change.
Oh dear Rob, it sounds like you have no control over your kids.

Rob
You're probably right.

પ્રેઝન્ટર
અભિવ્યક્તિ ‘until I was blue in the face’ એ ચાર શબદોનો સમૂહ છે. ‘Untill’ એટલે જ્યાં સુધી, ‘I was’ નો ગુજરાતીમાં અર્થ થાય છે ‘હું હતો’. ‘Blue’ એટલે વાદળી રંગ અને ‘in the face’ ને ગુજરાતીમાં કહીશું ‘ચહેરા પર.’

મિત્રો, જ્યારે તમે કોઈને એક જ વાત વારંવાર કહેતા હોવ અને છતાં પરિણામ આવતું ન હોય ત્યારે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. અભિવ્યક્તિનો અર્થ થયો કે તમે એક જ વાત વારંવાર કહીને સમય વેડફી રહ્યા છો કારણકે એનાથી કોઈ લાભ થવાનો નથી. આ અભિવ્યક્તિ ઘણીવાર નિરાશા અથવા ચીડવવા સાથે સંકળાયેલી હોય છે. જો તમે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરો છો તો એ દર્શાવે છે કે વ્યક્તિ અથવા પરિસ્થિતિ સામે લડવાની ધીરજ હવે તમારામાં નથી.
આ અભિવ્યક્તિ અંગ્રેજી ક્રિયાપદ ‘be’ સાથે પણ ઉપયોગ કરી શકો છો. ‘Be’ નો ઉપયોગ એ સમય પ્રમાણે તમે બદલી પણ શકો છો. દાખલા તરીકે ‘until I am blue in the face’ અને ‘until we were blue in the face.’

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ..

Examples
I've told him to get here on time until I'm blue in the face but he still continues to arrive late.

He told her not to break the speed limit on the motorway until he was blue in the face but she still did it and guess what? She got a speeding ticket!

You can tell him to tidy his room until you’re blue in the face but he never listens.

Feifei
So saying 'until I'm blue in the face' means even though you keep saying something, nobody will listen to you. I know what that's like Rob.

Rob
Really?

Feifei
Yes. Every time you make me a coffee I always ask you to put two sugars in it – but you never do!

Rob
Err, pardon Feifei? Sorry I wasn't listening. I'm so tired.

Feifei
Why are you so tired Rob? All you did was ask the kids to tidy up.

Rob
Yes but because they didn't listen to me, I had to tidy everything up.

Feifei
Actually I can see that… you really are blue in the face – look you've got blue paint there…and there… and there…

Rob
Arghhh! Those damn kids!

Feiefi
Calm down Rob. Your face is turning red!

પ્રેઝન્ટર
બિચારો રોબ! બાળકો રોબને થકાવી નાંખે છે અને તેને ઘણો હેરાન પણ કરે છે. મોટેભાગે આ જ થાય છે જ્યારે તમે ‘blue in the face’ ન થઈ જાય ત્યાં સુધી કોઈને કહ્યા કરો અને પરિણામ આવતું ન હોય. તમારા વિશે જણાવો મિત્રો? શું તમે કોઈ વ્યક્તિને ‘blue in the face’ ન થઈ ગયા હોવ ત્યાં સુધી કંઈક કહ્યું છે? શું તમારા કહ્યાનું ધાર્યું પરિણામ તમને મળ્યું છે? આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Blue in the face

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

 • clear up
  વ્યવસ્થિત કરવું

  a mess
  અવ્યવસ્થિત કે અણગમતી પરિસ્થિતિ

  waste time
  સમયનો બગાડ કરવો

  tidy
  સ્વચ્છ, સુઘડ

  speed limit
  ગતિ મર્યાદા

  motorway
  મોટર માર્ગ