Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 15
Listen to find out how to give opinions.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં અભિપ્રાય કઈ રીતે આપશો.
Session 15 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I give opinions?
અભિપ્રાય અાપી રહેલા લોકોને સાંભળો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો.
How many people definitely wouldn't sing karaoke?
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ...વેલકમ ફિલ!
Phil
Hello, everybody. Welcome!
પ્રેઝન્ટર
મિત્રો, આજે આપણે જાણીશું કે તમે અંગ્રેજીમાં પોતાનું અભિપ્રાય કઈ રીતે આપશો. સૌથી પહેલા તમે વિવિધ લોકોને સાંભળો જે કોઈ બાબત ઉપર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી. અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ત્રણેયમાંથી કોને ‘Karaoke’ પસંદ છે. ‘Karaoke’ સંગીતનો એક પ્રકાર છે.
What do you think about karaoke?
- I think (that) it’s awful.
- Personally, I love it.
- In my opinion, it’s fine.
પ્રેઝન્ટર
મારા મતે બીજી વ્યક્તિ ‘karaoke’ માં ગીત ગાશે. મિત્રો, તમારું શું માનવું છે? તો ફિલ, આપણે અભિપ્રાય આપવા માટે જરૂરી એવી ભાષા વિશે વાત શરૂ કરીએ?
Phil
Yes, good idea!
પ્રેઝન્ટર
અભિપ્રાય જાણવા માટે જે પ્રશ્ન પૂછવામાં આવે છે, સૌથી પહેલાં એના વિશે વાત કરીએ. કોઈનું અભિપ્રાય જાણવા માટે અંગ્રેજીમાં કહો ‘What do you think about….?’
Phil
Yes, and the first person asked about karaoke. Listen and repeat after me:
‘What do you think about karaoke?’
પ્રેઝન્ટર
પ્રશ્ન પછી તમે પ્રથમ વ્યક્તિનો અભિપ્રાય સાંભળ્યું. દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય જણાવવા માટે એક ચોક્કસ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. પ્રથમ વ્યક્તિ ‘I think’ કહે છે.
Phil
Yes, we can say ‘I think’ or ‘I think that’ – both are correct.
પ્રેઝન્ટર
‘I think’ કહ્યા બાદ વ્યક્તિ ‘it’s awful’ કહે છે. ગુજરાતીમાં આનો અર્થ થયો બહુ ખરાબ. જ્યારે કોઈ વસ્તુ અથવા બાબત તમને એકદમ બૂરું લાગે ત્યારે આ શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવે છે.
Phil
That’s right, let’s practise the first sentence to give an opinion. Listen and repeat:‘I think it’s awful.’
પ્રેઝન્ટર
બીજી વ્યક્તિનો અભિપ્રાય પણ બહુ ઠોસ છે. મિત્રો, શું તમને યાદ કે બીજી વ્યક્તિ અભિપ્રાય આપતી વખતે ‘personal’ કહે છે કે પછી ‘personally’?
‘Personally, I love it.’
Phil
It was ‘personally’.
પ્રેઝન્ટર
એકદમ બરાબર બોલ્યાં ફિલ! અભિપ્રાય જો અંગત હોય તો અંગ્રેજીમાં કહેશો ‘personally’. બીજી વ્યક્તિએ ઠોસ અભિપ્રાય આપ્યો છે પણ સકારાત્મક રીતે. તે અંગ્રેજીમાં કહે છે ‘I love it’, ગુજરાતીમાં અર્થ થાય છે કે બહુ પંસદ છે.
Phil
That’s right, let’s practise the second sentence to give an opinion. Listen and repeat:
‘Personally, I love it.’
પ્રેઝન્ટર
ત્રીજી વ્યક્તિ અભિપ્રાય આપતી વખતે શું કહે છે? ‘my opinion ’ કે પછી ‘in my opinion’?
‘In my opinion, it’s fine.’
Phil
It was ‘in my opinion’.
પ્રેઝન્ટર
હા, અભિપ્રાય આપતી વખતે અંગ્રેજીમાં ‘my opinion’ પહેલા ‘in’ કહેવું બહુ અગત્યનું છે. અહીં વ્યક્તિ ‘it’s fine’ કહે છે જેનો અર્થ થયો કે કોઈ વાત અથવા વસ્તું સ્વીકાર્ય છે.
Phil
We can say ‘it’s fine’ when something is OK. Let’s practise the third sentence to state our opinions.
Listen and repeat after me:
‘In my opinion, it’s fine.’
Phil
Great, now it’s time for some practice!
પ્રેઝન્ટર
હવે ફિલ તમને પ્રશ્ન પૂછશે. જવાબમાં કહો કે તમારા મતે એ વસ્તુ અથવા બાબત બહુ ખરાબ છે. પોતાનો અભિપ્રાય જણાવવા માટે શબ્દસમૂહ ‘I think’ નો ઉપોગ કરો. પોતાનો જવાબ ફિલના જવાબ સાથે સરખાવો.
Phil
What do you think about hot weather?
‘I think it’s awful.’
પ્રેઝન્ટર
Did you say the same? હવે પ્રશ્નનાં જવાબમાં કહો કે કોઈ વસ્તુ અથવા બાબત ‘OK’ એટલે બરાબર છે. તમે પોતાનો અભિપ્રાય શબ્દસમૂહ ‘in my opinion’ કહીને આપો. તમારો જવાબ ફિલના જવાબ સાથે સરખાવો.
Phil
What do you think about studying English online?
‘In my opinion, it’s fine.’
પ્રેઝન્ટર
Well done. વિવિધ પ્રકારે અભિપ્રાય કઈ રીતે આપવું તે વિશે આજે તમે જાણ્યું. અમારી વેબસાઈટની મુલાકાત લો અને વધુ અભ્યાસ કરો. What do you think of our website, Phil?
Phil
Personally, I love it.
પ્રેઝન્ટર
I love it, too. Thank you, and see you again for another episode of ‘How do I…’ Bye!
Phil
Goodbye!
Learn more!
1. હું કોઈનો અભિપ્રાય કઈ રીતે જાણી શકું?
તમે કહો 'what do you think about…?' અને પછી પ્રશ્નનો વિષય જણાવો. તો તમે પૂછી શકો:
• What do you think about the new design?
• What do you think about this website?
2. પોતાનો અભિપ્રાય જણાવવા માટે ક્યા શબ્દસમૂહનો ઉપયોગ કરવો?
તમે ત્રણ રીત વિશે જાણ્યું: 'I think', 'Personally' અને 'In my opinion' જેનાથી પોતાનો અભિપ્રાય જણાવી શકો છો. ત્રણેયનો અર્થ એક જ થાય છે અને પોતાનો અભિપ્રાય જણાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
• I think it's fine.
• Personally, I love it.
• In my opinion, it's awful.
3. હું અભિપ્રાય કઈ રીતે આપી શકું?
અભિપ્રાય જણાવવા તમે અંગ્રેજી શબ્દ 'it's' કહો અને પછી વિશેષણ ઉમેરો. દાખલા તરીકે:
• It's fine.
• It's awful.
• It's great.
તમે અભિપ્રાય આપવા માટે વિવિધ ક્રિયાપદોનો પણ ઉપયોગ કરી શકો છો.
• I love it.
• I like it.
• I hate it.
How do I give opinions?
4 Questions
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
શું પ્રશ્નમાં મુખ્ય ક્રિયાપદ બદલાય છે?Question 1 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
અહીં કર્તા અને ક્રિયાપદની જરૂર છે. બન્ને સાથે હોવા જોઈએ.Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
શબ્દનો પ્રકાર બદલવાથી અર્થ બદલાઈ જાય છે.Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
વિચારો કે કોનો અભિપ્રાય છે અને કેટલા શબ્દોની જરૂર છે.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Tell us what you think about learning English on our Facebook group!
Learning English વિશે તમારા વિચારો અમારા ફેસબુક ગ્રુપમાં જણાવો!
Join us for our next episode of How do I…when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
karaoke
સંગીતનો એક પ્રકાર
awful
બહુ ખરાબ
love
પ્રેમ, ગમવું
fine
સરસ
opinion
અભિપ્રાય
personally
વ્યક્તિગત રીતે