Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 47

Listen to find out how to talk about your memories.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં સ્મૃતિઓ વિશે કઈ રીતે વાત કરશો.

Session 47 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about memories?

તમારી પ્રારંભિક સ્મૃતિ કઈ છે?
તમારી સૌથી આનંદદાયક સ્મૃતિ કઈ છે?

પોતાની સ્મૃતિઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરવું તે વિશે જાણ્વા માટે સાંભળો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ. હલ્લો ફિલ...વેલ કમ!

Phil
Hi, everyone!

પ્રેઝન્ટર
આજે આપણે વાત કરીશું કે તમે સ્મૃતિઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. Phil, do you have many happy memories?

Phil
Lots! It's great to think about them!

પ્રેઝન્ટર
Indeed it is! મિત્રો, હવે તમે બે વ્યક્તિઓને સાંભળો. બન્ને પોતાની સ્મૃતિઓ વિશે કઈ રીતે જણાવે છે?

Insert
I'll always remember my school days. I would play football every day after class.
I'll never forget the beach near my first house. I used to live by the coast.

પ્રેઝન્ટર
તો મિત્રો, તમે કેટલું સમજ્યા? પ્રથમ વ્યક્તિ પોતાની 'school' એટલે કે શાળાં વિશે વાત કરી રહ્યો છે જ્યારે બીજી વ્યક્તિ 'beach' એટલે કે સમુદ્ર કિનારો વિશે જણાવે છે. તે કહે છે એનો પરિવાર 'coast' એટલે કે દરિયાકાંઠા પાસે રહેતું હતું. મિત્રો, હવે ફરીથી પ્રથમ વ્યક્તિને સાંભળો અને જાણો કે પોતાનાં સ્મૃતિઓ વિશે તે કઈ રીતે જણાવે છે.

Insert
I'll always remember my school days. I would play football every day after class.

Phil
They said that they 'will always remember' – this is an expression that we use to say that something is an important memory. They also said that they 'would play football' Can you tell us anything about how 'would' is used here?

પ્રેઝન્ટર
હા, ભૂતકાળમાં સતત કરવામાં આવતાં કાર્યો વિશે વાત કરવા માટે અંગ્રેજી શબ્દ 'would' નો ઉપયોગ કરીશું. પરતું ભૂતકાળમાં થતાં કાર્યો હાલ થઈ રહ્યું હોય ત્યારે 'would' નો ઉપયોગ નહીં કરી શકો. દાખલાં તરીકે વ્યક્તિ શાળા બાદ દરરોજ ફુટબૉલ રમતો હતો, પણ હવે રમતો નથી. ફિલ, શું તમે થોડાં ઉદાહરણો જણાવશો?

Phil
Yeah, sure – so you could say:

I would always study hard for my exams.

When I lived near the park I would go there every day.

પ્રેઝન્ટર
Ok. હવે બીજી વ્યક્તિને સાંભળો. તે યાદ રાખવા વિશે અને ભૂતકાળની સાચી બાબતો વિશે કઈ રીતે વાત કરે છે?

Insert
I'll never forget the beach near my first house. I used to live by the coast.

Phil
They said that they 'will never forget' – this is another expression that we use to say that something is an important memory. To talk about something that was true in the past they used 'used to'. Can you tell us something about this? Is it the same as 'would'?

પ્રેઝન્ટર
આ બહુ સારો પ્રશ્ન છે પણ આનો જવાબ છે ‘no’. 'Would' નો ઉપયોગ ભૂતકાળમાં સતત કરવામાં આવતાં કાર્યો વિશે વાત કરવા માટે થાય છે. મિત્રો, અહીં તમે 'used to' નો પણ ઉપયોગ કરો. કારણ કે તમે દરિયાકાંઠા પાસે રહેતાં હતાં. ફિલ, તમે થોડાં ઉદાહરણો જણાવશો?

Phil
Yes:

I used to like chocolate, but I don't now.

I used to go to the cinema a lot, but I don't now.

We could also say: When I was younger I would go to the cinema a lot.

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. અંગ્રેજીમાં કહો કે તમે વિશ્વવિદ્યાલયનાં પોતાના મિત્રોને કાયમ યાદ કરશો. એ પણ કહો કે વિશ્વવિદ્યાલયમાં હોવ ત્યારે ઘણી વખત ‘café’ એટલે કે ઉપહારગૃહ જતાં હતા. મિત્રો, જવાબ આપતી વખતે 'remember' શબ્દનો ઉપયોગ કરો. પોતાનો જવાબ ફિલ સાથે સરખાવો.

Phil
I'll always remember my friends from university. We would often go to cafes together.

પ્રેઝન્ટર
સરસ! હવે કહો કે પોતાની 21 જન્મદિવસની પાર્ટી તમને કાયમ યાદ રહેશે. કહો કે તમને મોટી પાર્ટીઓ કરવી ગમતી હતી. મિત્રો, જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દ 'remember' નો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં.

Phil
I'll always remember my 21st birthday. I used to like having big parties.

પ્રેઝન્ટર
હવે છેલ્લો પ્રશ્ન. અંગ્રેજીમાં કહો કે તમારા પુત્રીનો શાળામાં પહેલો દિવસ ક્યારેય નહીં ભૂલશો. કહો કે તે ‘very shy’ એટલે કે બહુ શરમાળ હતી. જવાબ આપતી વખતે ક્રિયાપદ 'forget' નો ઉપયોગ કરો. પોતાનો જવાબ ફિલ સાથે સરખાવો.

Phil
I'll never forget my daughter's first day at school. She used to be very shy.

પ્રેઝન્ટર
મિત્રો, શું તમારા બધા જવાબો સાચા છે? સરસ! તો હવે તમને ખબર છે કે સ્મૃતિઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરવું! આજે આપણે અભિવ્યક્તિઓ 'I'll always remember' અને 'I'll never forget' વિશે જણ્યું. સાથે-સાથે 'used to' અને 'would' વચ્ચેનાં તફાવત વિશે પણ જણ્યું. Join us next time for more 'How do I…'. Bye!

Learn more

1. I will always remeber / I will never forget

આ બંને અભિવ્યક્તિઓ એ જણાવવા માટે વપરાય છે કે સ્મૃતિ એટલી મહત્વપૂર્ણ છે. તમને લાગે છે કે તમે એને ક્યારેય નહીં ભૂલશો.

  • I will always remember my school days.
  • I'll never forget the beach near my first house.

2. Used to / would

Used to અને would નો ઉપયોગ એ જણાવવા માટે થાય છે કે વાત ભૂતકાળની છે અને હાલમાં એ સત્ય નથી. જોકે વ્યાકરણની દ્રષ્ટિએ બન્ને અલગ છે. Would નો ઉપયોગ જે ક્રિયા સતત થઈ રહી હોય તે વિશે જણાવવા માટે થાય છે.

  • I would play football every day after class.
  • I would always study hard for my exams.

Used to નો ઉપયોગ સતત થતા કાર્યો વિશે વાત કરવા માટે થાય છે. પરતું તે ભૂતકાળમાં થતી હતી અને હવે નથી થતી.

  • I used to go to the cinema a lot, but I don't now.
  • I used to live by the coast.

How do I talk about memories?

3 Questions

Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

What things will you never forget? Come and tell us on our Facebook group!
કઈ વસ્તુઓ છે જે તમે કયારે ન ભૂલી શકો? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • school days
    શાળાનાં દિવસો

    beach
    સમુદ્ર કિનારો

    coast
    દરિયાકાંઠા