Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 22

Listen to learn some useful phrases we can use to disagree with someone.
કેટલાંક ઉપયોગી અંગ્રેજી શબ્દસમૂહ જાણો, જેનો ઉપયોગ જ્યારે તમે કોઈની સાથે અસહમત હોવ ત્યારે કરી શકો છો.

Session 22 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

How do I disagree with someone?

What topic are the people disagreeing about?
લોકો કયા વિષયો ઉપર અસહમત છે?

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે જેમ્સ. હેલ્લો જેમ્સ...વેલકમ!

James
Hello everybody. Welcome back!

પ્રેઝન્ટર
આજે આપણે વાત કરીશું કે તમે કોઈની સાથે કઈ રીતે ‘disagree’ અથવા અસહમત થશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં પાંચ લોકોને સાંભળો. બધા કઈ બાબત ઉપર અસહમત થાય છે?

Inserts
A: English is the easiest language to learn!
B: I'm not so sure.

A: English grammar is easier than learning vocabulary.
B: I see what you're saying, but I think the opposite.

A: Taking English classes is the best way to improve.
B: I agree to a point.

A: Listening is the easiest skill to improve.
B: I'm afraid I disagree.

A: Learning tenses in English is really easy.
B: Yes, but don't you think that there are too many rules? 

પ્રેઝન્ટર
બધા અંગ્રેજી શીખવા વિશે અસહમત થાય છે. પોતાની અસહમતી જાણાવવા માટે અલગ-અલગ અભિવ્યક્તિઓનો ઉપયોગ કરે છે. મિત્રો, ફરીથી પ્રથમ સંવાદને સાંભળો. વ્યક્તિ અસહમત થવા માટે ક્યા શબ્દસમૂહનો ઉપયોગ કરે છે?

Insert
A: English is the easiest language to learn!
B: I'm not so sure.

James
The second person said 'I'm not so sure'.

પ્રેઝન્ટર
'I'm not so sure' એટલે હું આ વિશે બહુ ખાતરીપૂવર્ક કહી શકું નહીં. આ કોઈની સાથે અસહમત થવાની વિન્રમ રીત છે. હવે બીજા ઉદાહરણને સાંભળો. વાક્યનાં બે ભાગોને જોડવા માટે વ્યક્તિ ક્યા શબ્દનો ઉપયોગ કરે છે.

Inserts
A: English grammar is easier than learning vocabulary.
B: I see what you're saying, but I think the opposite.

પ્રેઝન્ટર
વ્યક્તિ વાક્યનાં બે ભાગને જોડવા માટે અંગ્રેજી શબ્દ ‘but’ નો ઉપયોગ કરે છે. વાક્યનાં પ્રથમ ભાગમાં વ્યક્તિ કહે છે હું તમારો મુદ્દો સમજી ગયો અને પછી વિરુદ્ધ અભિપ્રાય આપે છે.

James
'See', in this example, means 'understand'. After 'but', you can add your own opinion.
Let's listen to the third speaker – how do they pronounce 'to a'?

Insert
A: Taking English classes is the best way to improve.
B: I agree to a point.

James
They said 'to a'. Let's practise this – repeat after me.

I agree

to a

I agree to a point

Well done!

પ્રેઝન્ટર
આ અભિવ્યક્તિનો અર્થ થાય છે કે તમે વ્યક્તિ સાથે સહમત તો છો, પરંતુ સંપૂર્ણપણે નહીં. મિત્રો, હવે ફરીથી ચોથા ઉદાહરણને સાંભળો – પોતે અસહમત છે તે રજૂ કરવા માટે વ્યક્તિ કઈ વિન્રમ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે?

Insert
A: Listening is the easiest skill to improve.
B: I'm afraid I disagree.

પ્રેઝન્ટર
તે કહે છે 'I'm afraid' – જે થોડું ભિન્ન શબ્દસમૂહ છે! 'Afraid' નો ગુજરાતીમાં અર્થ થાય છે ભયભીત. Why is the speaker scared James?

James
The speaker isn't scared – 'I'm afraid' is a polite way to say I'm sorry.

પ્રેઝન્ટર
'I'm afraid' is a polite way to apologise. હવે જેમ્સને સાંભળોન અને ઉચ્ચારણનો અભ્યાસ કરો.

James
The consonant sounds links with the vowel sounds – listen and repeat after me.

I'm afraid

I'm afraid I

I'm afraid I disagree.

પ્રેઝન્ટર
I'm afraid it's time to move on! હવે છેલ્લાં દાખલાંને સાંભળો. પોતે સામેની વ્યક્તિનાં અભિપ્રાયને સમજી ગયો છે, તે રજૂ કરવા માટે ક્યા શબ્દનો ઉપયોગ કરે છે?

Insert
A: Learning tenses in English is really easy.
B: Yes, but don't you think that there are too many rules?

પ્રેઝન્ટર
વ્યક્તિ અંગ્રેજી શબ્દનો 'yes' ઉપયોગ કરીને જણાવે છે કે તે સમજી ગયો છે અને પછી અંગ્રેજી શબ્દ ‘but’ નો ઉપયોગ કરીને પોતાનો અભિપ્રાય જણાવે છે. These phrases are easy to learn, don't you think James?

James
Yes, but I think we should try to practise them before the end of the programme!

પ્રેઝન્ટર
That's a great idea! મિત્રો, શું તમે અસમહત થવા માટે એવો શબ્દસમૂહ જણાવી શકો જેમાં અંગ્રેજી શબ્દ ‘sure’ નો ઉપયોગ કરવામાં આવ્યું હોય? જેમ્સ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

James
I'm not so sure.

પ્રેઝન્ટર
Did you say the same? Well done! હવે તમે અસમહત થવા માટેનો એવો શબ્દસમૂહ જણાવો જેમાં અંગ્રેજી શબ્દ ‘afraid’ નો ઉપયોગ કરવામાં આવ્યું હોય. પોતાનો જવાબ જેમ્સ સાથે સરખાવો.

James
I'm afraid I disagree.

પ્રેઝન્ટર
Is that what you said? Good job! તમે થોડા સમહત છો, એ વિશે જણાવતો શબ્દસમૂહ જણાવો. તમારા મદદ માટે શબ્દ છે ‘point’. પોતાનો જવાબ જેમ્સના જવાબ સાથે સરખાવો.

James
I agree to a point.

પ્રેઝન્ટર
Well done! Let's continue practising…

James
I see what you're saying, but unfortunately it's time to go now! See you next time everyone!

પ્રેઝન્ટર
Thanks for joining us – hopefully you now know some useful phrases to disagree politely. Bye!

Learn more

કોઈની સાથે અસહમત થવા માટેની અભિવ્યક્તિઓ

તમે ખોટા છે, તેવું સીધું કહેવા કરતાં અંગ્રેજીમાં એ જરુરી છે કે તમે સામેની વ્યક્તિ સાથે વિન્રમ રીતે અસહમત થઈ જાવ. અહીં પાંચ સરળ રીતો જણાવવા આવ્યું છે જેનાં થકી તમે આ કરી શકો છો. 

1. I'm not so sure.

અસભ્ય રીતે બોલવા કરતાં આ વિન્રમ રીતે જણાવવાની કે તમે વાતથી અસહમત છો.

 • A) The best drink in the world is coffee!
 • B) I'm not so sure

2. I see what you're saying, but.......

આ જો તમને સામેની વ્યક્તિનાં અભિપ્રાય સાથે સખત રીતે થવું હોય તો નીચે આપવામાં આવેલા શબ્દસમૂહોમાંથી કોઈ એકનો ઉપયોગ કરો.

 • A) The best drink in the world is Coca-Cola!
 • B) I see what you're saying, but I think it's too sweet.

3. I agree to a point. 

જ્યારે તમે સામેની વ્યક્તિનાં અભિપ્રાય સાથે સંમત થવા માંગો છો પણ સખત રીતે નહીં તો આ શબ્દસમૂહનો ઉપયોગ કરો.

 • A) Orange juice is the most refreshing drink.
 • B) I agree to a point – it is refreshing, but I don't think it's the most refreshing.

4. I'm afraid I disagree.

'I'm afraid' અને 'I'm sorry, but…' નો અર્થ સરખો થાય છે. 'I'm afraid' નો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે જેનાથી અસહમત થતી વખતે તમે કઠોર ન લાગો.

 • A) Tea is disgusting!
 • B) I'm afraid I disagree! 

5) Yes, but don't you think…

અંશતઃ સંમત થવાની અને પછી પોતાની અભિપ્રાય જાણાવવા માટેનો આ એક સારો માર્ગ છે.

 • A) Coffee is too bitter!
 • B) Yes, but don't you think it smells great?

How do I disagree with someone?

3 Questions

Choose the correct answer.
નીચેનાં સવાલોનાં સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Would you like more episodes of How do I? They’re a useful way to learn English, I’m sure you’ll agree! Find more ways to learn English in our Facebook group.

શું તમને How do I નાં વધુ ઍપિસોડ ગમશે? અંગ્રેજીમાં શીખવાની આ બહુ સરળ રીત છે અને મને ખાતરી છે કે તમે સંમત થશો! અંગ્રેજી શીખવાની બીજી રીત માટે અમારા ફેસબુક ગ્રુપ માં આવો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

 • I'm not so sure.
  હું બહુ ખાતરીપૂવર્ક કહી ન શકું

  I see what you're saying, but…
  હું તમારો મુદ્દો સમજી ગયો, પણ…

  I agree to a point.
  સંપૂર્ણપણે સહમત ન થવું

  I'm afraid I disagree.
  મને નથી લગાતું કે હું સહમત છું

  Yes, but don't you think…
  હા, પણ તમને નથી લાગતુ…