Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 15
Listen to find out how to make predictions about the future in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં ભવિષ્યની આગાહી કઈ રીતે કરશો.
Sessions in this unit
Session 15 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I make predictions about the future?
ઘરે કેટલાં વાગ્યે પહોંચશે એ બાબતે કોણ વધુ ચોક્કસ છે?
- I'm not sure what my plans are today but I'll be home at 10:00, I think.
- I always finish work at 5:30 so I'm going to be home at 6:00.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!
Sam
Hello, everyone.
પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચા કરીશું કે તમે અંગ્રેજીમાં ભવિષ્યની આગાહી કઈ રીતે કરશો. સાથે-સાથે એ પણ જાણીશું કે તમે જે અગાહી કરી રહ્યાં છો, તે કેટલું વિશ્વાસપાત્ર છે. ચર્ચાને આગળ વધારીએ, એ પહેલાં તમે બે વ્યક્તિઓને સાંભળો જે આગાહી કરી રહ્યાં છે કે સાંજે કેટલાં વાગ્યે ઘરે પહોંચશે. અંગ્રેજીમાં ઘરે પહોંચવુંને કહીશું ‘be home’. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. હમણાં માટે સાંભળો અને નક્કી કરો - કોણ વધુ ચોક્કસ છે, પુરુષ અથવા સ્ત્રી.
I'm not sure what my plans are today but I'll be home at 10:00, I think.
I always finish work at 5:30 so I'm going to be home at 6:00.
પ્રેઝન્ટર
મિત્રો, મહિલા પોતાનાં અનુમાનમાં પુરૂષ કરતાં વધુ ‘certain’ એટલે કે ચોક્કસ છે. But how do we know that, Sam?
Sam
Good question! It all depends on the grammar we use.
પ્રેઝન્ટર
ચાલો ફરીથી એ ભાગને સાંભળીએ જ્યાં મહિલા અને પુરૂષ સમય વિશે આગાહી કરી રહ્યાં છે. બન્ને ‘be home’ પહેલાં જે વ્યાકરણનો ઉપયોગ કરે છે, તેના ઉપર ખાસ ધ્યાન આપજો.
I'll be home at 10:00, I think.
I'm going to be home at 6:00.
Sam
Did you hear the difference? The man used 'will' – he said 'I'll' – and the woman used 'be going to' – she said 'I'm going to', but you can also say 'I'm gonna' – before the verb 'be'. And which one was more certain?
પ્રેઝન્ટર
તો મહિલા વધુ ચોક્કસ છે. આ જણાવે છે કે અંગ્રેજીમાં ભવિષ્યની આગાહી કરવા માટે 'be going to' નો ઉપોગ કરીશું અને એ ત્યારે કરીશું જ્યારે આપણી પાસે આગાહી કરવા માટે ‘evidence’ એટલે કે પુરાવા હોય.
Sam
Yes, and what was the evidence? Let's listen again, this time try to hear why the woman is more certain and why the man is less certain.
I'm not sure what my plans are today but I'll be home at 10:00, I think.
I always finish work at 5:30 so I'm going to be home at 6:00.
પ્રેઝન્ટર
પુરૂષ શબ્દસમૂહ 'I'm not sure' અને 'I think' નો ઉપયોગ કરે છે, જે જણાવે છે કે તેને પોતાની આગાહી 'will be home at 10:00' ઉપર ભરોસો નથી. મિત્રો, 'I'm not sure' નો ગુજરાતીમાં અર્થ થાય છે હું ખાતરીપૂવર્ક નહીં કહી શકું. બીજી બાજુ મહિલાં પ્રમાણ આપે છે અને કહે છે કે કાયમ સાંજે 5:30 વાગ્યે કામ પૂર્ણ કરે છે. એટલા માટે એનું અનુમાન કે 'going to be home at 6:00' સાચું પડે એવી પ્રબળ શક્યતા છે.
Sam
So, 'will', or the negative 'won't', if you don't have evidence and 'be going to', or the negative 'be not going to' if you do have evidence. And what happens after?
પ્રેઝન્ટર
It's simple! આ બધા વાક્ય પ્રકારની સાથે મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ક્રિયાપદ ‘be’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ તમે કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો.
Sam
Now, let's practise the pronunciation. Repeat after me:
I'll be home at 10:00.
I won't be home at 10:00.
I'm going to be home at 6:00.
I'm not going to be home at 6:00.
પ્રેઝન્ટર
Great! મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કલ્પના કરો કે તમે બારીમાંથી જુઓ છો કે આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું છે. હવે અનુમાન લગાવો કે શું થઈ શકો. જવાબની શરૂઆત ‘it’ થી કરો અને ક્રિયાપદ ‘rain’ નો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વાક્યમાં ‘will’ નો ઉપયોગ કરશો કે પછી ‘going to’ નો? પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.
Sam
It's going to rain.
પ્રેઝન્ટર
Well done! તમે 'going to' નો ઉપયોગ કરશો કારણે કે તમને દેખાય છે કે આકાશ ઘેરાયલું છે, જે પુરાવો છે. હવે બીજો પ્રશ્ન. ‘Be sunny’ અને ‘going to’ નો ઉપયોગ કરીને નકારાત્મક જવાબ જણાવો. તમે હજુ પણ બારીમાંથી કાળા વાદળોને જોઈ શકો છો. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.
Sam
It's not going to be sunny.
પ્રેઝન્ટર
Well done, everyone. Sam, do you predict that the audience will join us next week for another episode of How do I…?
Sam
Yes, absolutely! It's gonna happen. See you then, everyone.
પ્રેઝન્ટર
See you next time. Bye!
Learn more
1) ભવિષ્યની આગાહી કરતી વખતે હું ક્યા વાક્ય પ્રકારનો ઉપયોગ કરી શકું?
ભવિષ્યની આગાહી કરવા માટે સામાન્યતઃ બે વાક્ય પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે - 'will' અને 'be going to'.
2) હું આનો વાક્યમાં કઈ રીતે ઉપયોગ કરું?
તમે આનો વાક્યમાં આ રીતે ઉપયોગ કરી શકો છોઃ
કર્તા + will + મૂળક્રિયાપદ
'Will' બધા કર્તા માટે સરખો રહેશે.
- I think I'll have two children one day.
- We'll move to a smaller house when we are older.
કર્તા + be + going to + મૂળક્રિયાપદ
યાદ રહે કે કર્તા નાં આધારે 'be' ને અનુબદ્ધ કરો.
- Look at the clouds! It's going to rain.
- Careful, it's very icy! You're going to fall.
3) હું કઈ રીતે જણાવું કે કંઈક નથી થવાનું?
આ વાક્ય પ્રકારને નકારાત્મક બનાવવા માટે 'not' નો ઉપયોગ કરો. આવી રીતેઃ
કર્તા + will not (won't) + મૂળ ક્રિયાપદ
- We won't have cars in the future. We'll all have planes.
કર્તા + be + not + going to + મૂળ ક્રિયાપદ
- Look at the sky, it's sunny! It's not going to rain.
- Don't worry, it's not icy. You're not going to fall.
4) શું અર્થમાં કોઈ તફાવત છે?
ભવિષ્યમાં કંઈક થશે એના વિશે અનુમાન લાગવતી વખતે આપણે 'will' નો ઉપયોગ કરીશું. આ ત્યારે કરીશું જ્યારે આપણી અનુમાન માટે કોઈ પુરાવા ન હોય.
- I think I'll have two children one day.
(ભાવિ વિશે આ મારું અનુમાન છે, જો આવું બનશે કે નહીં તે હું આ ક્ષણે જાણતો નથી)
પુરાવા હોય એનો અનુમાન લગાવતી વખતે આપણે 'be going to' નો ઉપયોગ કરીશું.
- Look at the clouds! It's going to rain.
હું વાદળો જોઈ શકું છું, તેથી આ મને પુરાવા આપે છે કે વરસાદ થશે)
જો કે, ભવિષ્ય વિશે આગાહી કરતી વખતે બંને સ્વરૂપો સાચા છે.
How do I make predictions about the future?
4 Questions
Choose the correct answer.
યોગ્ય જવાબ પસંદ કરો.
Help
Activity
Choose the correct answer.
યોગ્ય જવાબ પસંદ કરો.
Hint
શું આગાહી માટે અહીં પુરાવો છે?Question 1 of 4
Help
Activity
Choose the correct answer.
યોગ્ય જવાબ પસંદ કરો.
Hint
જો online ચુકવણી કરવામાં આવે તો શું રોકડનો ઉપયોગ કરવાની જરૂર છે? આ વાક્ય હકારાત્મક છે કે પછી નકારાત્મક?Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
યોગ્ય જવાબ પસંદ કરો.
Hint
શું મારી પાસે તેના પુરાવા છે કે પછી હું સામાન્ય આગાહી કરી રહ્યો છું?Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
યોગ્ય જવાબ પસંદ કરો.
Hint
જો મેં કંઇપણ અભ્યાસ ન કર્યો હોય, તો શું હું પરીક્ષા પાસ કરી શકું?Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
What predictions can you make about your future? Come and tell us on our Facebook group!
તમારે કયા નિયમોને અનુસરવું પડશે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
to make a prediction
આગાહી કરવીto be home at (time)
ઘરે પહોંચવું (સમયસર)to be (more) certain
ખાતરી કરવી (વધારે)evidence
પુરાવોI'm not sure
હું ખાતરીપૂર્વક કહી શકું નહીંI think
મને લાગે છેalways
કાયમto rain
વરસાદ થશેto be sunny
તડકો રહેશે