Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 9

Listen to find out how to use an everyday English expression.

દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ શીખવાં સાંભળો.

Session 9 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

To brush over

Listen to learn a useful everyday English expression.

સાંભળો અને જાણો સંવાદ માટેનું જરૂરી અંગ્રેજી અભિવ્યક્તિ.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressions માં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘to brush over’ એટલે કે કોઈ વસ્તુ ઉપર બ્રશ/સાફસૂફી કરવા વિશે.
મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યકિતના ભાગરૂપે બોલવામાં આવતા ‘to brush over’ એટલે કે કોઈ વસ્તુ ઉપર બ્રશ કરવા વિશે તમે કેટલું જાણો છો? અઘરું લાગતું હોય તો ચિંતા ન કરો... હું તમને સમજાવું.
રોબ સ્ટૂડિયોને પેઇન્ટ કરી રહ્યો છે અને લી પાસે થોડી મદદ માંગી રહ્યો છે. પણ રોબને કામ કરતો જોઈ લીને લાગે છે એને પેઇન્ટ કરવાનું બંધ કરી દેવું જોઈએ. મિત્રો, શા માટે લી આવું વિચારી રહી છે? અને લીના વિચારો જાણીને રોબ કેવી પ્રતિક્રિયા આપે છે? ચાલો જાણીએ.
Rob
Now, Li, would you just mind holding that ladder still please.

Li
I'm trying… but Rob, what are you doing up a ladder anyway?

Rob
I'm decorating!

Li
Why?

Rob
Well this studio is really scruffy – you know, not that smart – so I thought I'd tidy it up and paint it, too.

Li
Hmmm. I don't think it's a good idea.

પ્રેઝન્ટર
રોબને લાગે છે સ્ટૂડિયો, ‘scruffy’ એટલે કે ગંદુ છે અને એ એને ચોખ્ખું-ચણાક બનાવવા માંગે છે. માટે એ સ્ટ્યૂડિઓનું રંગકામ કરી રહ્યો છે. પણ લી રોબના કામથી સંતુષ્ટ નથી. મિત્રો, any guess કે લીને કેમ આવું લાગી રહ્યું છે? જાણવા સાંભળો બન્નેને...
Li
For a start, you haven't put any sheets down to stop the paint splashing on the carpet, … and you need to move the chairs outside… you're wearing smart clothes, not ones for decorating in.

Rob
Well, no, err, that's true. But shall we just brush over that?

Li
Brush over? You can't brush over those things – you'll get paint everywhere!

Rob
No, Li! When you say you will 'brush over' something, it means you will ignore it or not take it that seriously.

Li
Oh, I see. So Rob, you're saying making the preparations for decorating is not important and you're going to ignore it?

Rob
Yes, well… I'm in a rush.

Li
I see.

પ્રેઝન્ટર
લીને ડર છે કે રંગકામ કરતી વખતે રોબ પોતાની ઉપર રંગ નાખી દેશે અને સાથે-સાથે કારપેટ એટલે કે ગાલીચાને પણ બગાડી નાંખશે. પણ રોબ લીની વાતને ‘to brush over’ કરીને પોતાનું કામ પુરું કરવા માંગે છે.
‘Brush over’ એ બે શબ્દોથી બનેલો છે ‘brush’ અને ‘over’. Overનો અર્થ થાય છે એ પરિસ્થિતિ અથવા દશા જ્યાં તમે brushing કરી રહ્યા છો. જ્યારે તમે ‘brush over’ કરો છો ત્યારે તમે કાં તો કોઈક વસ્તુ અથવા પરિસ્થિતિની અવગણના કરી રહ્યાં છો અથવા તો એને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આનો સાદો અર્થ થયો કે તમે એ વસ્તુ અથવા પરિસ્થિતિને બહુ સહજતાથી લઇ રહયા છો અને એમાં ઊડાં ઉતરવા માંગતા નથી.
આ અભિવ્યકિતને નકારવાચક તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે રોબની પરિસ્થિતિમાં એ શક્યતાને ન ભૂલવી જોઈએ કે રંગકામ કરતી વખતે આખા સ્ટ્યૂડિઓમાં રંગના છાંટા ઉડી શકે છે.
હજુ કનફ્યૂઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ.

My teacher's history lesson was fascinating, but he brushed over World War I and that was the bit I wanted to hear about the most!

We haven't sorted the figures for the meeting, but we'll brush over those seeing as they are not that important and just talk about the future.

Whenever I bring up the things we need to fix in our office, my boss always just brushes over them. He never shows any interest in sorting them out even though they are a big inconvenience.

Li
So, to 'brush over' something means to ignore something or miss it out. Rob, have you actually asked for permission to decorate this studio? It doesn't belong to you.

Rob
Well… err…

Li
Are you brushing over that, too?! Anyway, even if you did get permission, shouldn't you cover up the windows?

Rob
That's true, Li. But before I do any of that, there is something more important to do.

Li
Oh yes?

Rob
Buy some paintbrushes!

Li
Ah yes, you can't brush over that!

પ્રેઝન્ટર
લાગે છે રોબને કોઈ વાતની પડી નથી. એને માત્ર પેંટબ્રશ ખરીદવા વિશે જ ફિકર છે. ‘Brushing over things,’ તમારો સમય બચાવવામાં તમારી મદદ કરી શકે છે, પણ લાગે છે કે રોબને અમુક સાવચેતી રાખવી જોઈએ.
તમે જણાવો મિત્રો? શું તમે ક્યારેય પણ રોબની જેમ કોઈ વસ્તુ અથવા પરિસ્થિતિને બ્રશ ઓવર કર્યું છે? શું આમ કરવાથી તમને કોઈ હાનિ થઈ છે?
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી... Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

To brush over

3 Questions

Choose the correct answer.

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

 • ladder
  દાદર

  decorating
  સુશોભિત

  scruffy
  ગંદુ

  paint
  રંગકામ

  permission
  પરવાનગી, મંજૂરી