1

Bài 1: Essential English Conversation

Bộ phận chọn bài

  1. 1 Essential English Conversation

Phần 17

Listen to find out how to order food in a restaurant.
જાણો, અંગ્રેજીમાં તમે કેવી રીતે રેસ્ટોરાંમાં ભોજનનું ઓર્ડર આપશો.

0 / 3

  • 0 / 3
    Bài tập 1

Bài tập 1

At the restaurant રેસ્ટોરાંની અંદર

Listen to find out how to order food in a restaurant.
જાણો, અંગ્રેજીમાં તમે કેવી રીતે રેસ્ટોરાંમાં ભોજનનું ઓર્ડર આપશો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ,
Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું કે તમે કેવી રીતે રેસ્ટોરાંમાં તમારી વાનગી કઈ રીતે ઓર્ડર કરવી.
મિત્રો, પહેલાં તમે સાંભળો શોનને જે રેસ્ટોરાંમાં કંઈક ઓર્ડર આપી રહ્યી છે.
Phil
How can I help you?

Sian
Hi, can I have the meat stew? And some water to drink.

Phil
Yes, of course.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં વેઈટર શોનને પૂછે છે, ‘How can I help you?’ એટલે ‘હું તમારી કઈ રીતે મદદ કરી શકું?’ આ પ્રશ્ન મોટાભાગે દુકાનો, રેસ્ટોરાં અને માર્કેટના લોકો દ્વારા પૂછવામાં આવે છે, જેથી ખબર પડે કે તમને શું જોઈએ છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
How can I help you?

પ્રેઝન્ટર
શોનએ કહ્યું કે એને ‘meat stew’ જોઈએ છે. મિત્રો, ‘meat’ એટલે પ્રાણીઓનું માંસ અને ‘stew’ એટલે માંસ અને શાકભાજીનું બનેલ એક વાનગી. પોતાની વાત શુરૂ કરતાં પહેલાં શોન કહે છે, ‘Can I have’ એટલે શું મને....મળી શકે? વાક્યને સાંભળો અને અભ્યાસ કરો.
Hi, can I have the meat stew?

પ્રેઝન્ટર
તમે ‘chicken’ એટલે પાળેલી મરઘી અથવા મરઘાંનું માંસ અથવા ‘lamb’ પણ મંગાવી શકો છો. ગુજરાતીમાં ‘Lamb’ નો અર્થ થાય છે ઘેટાનું માંસ.
Hi, can I have the chicken?

Hi, can I have the lamb?

પ્રેઝન્ટર
બીજી વસ્તુ તમે માંગી શકો એ છે ‘vegetables’ એટલે શાકભાજી અને ‘potatoes’ એટલે બટાકા.
Hi, can I have the vegetables

Hi, can I have the potatoes

પ્રેઝન્ટર
ઓર્ડર આપ્યાં બાદ શોન વેઈટરને પીવા માટે થોડું પાણી પણ આપવાનું કહે છે. પાણી ને અંગ્રેજીમાં કહીશું ‘water’ અને પીવા માટે ને કહીશું ‘drink.’
And some water to drink

પ્રેઝન્ટર
મિત્રો, પાણીની જગ્યાએ તમે ‘juice’ અથવા ‘soda’ પણ મંગાવી શકો છો. ગુજરાતીમાં ‘juice’ ને કહીશું રસ અને ‘soda’ ને સોડા જ કહીશું.
And some juice to drink

And some soda to drink

પ્રેઝન્ટર
ઓર્ડર લીધા બાદ ફિલ શોનને કહે છે, ‘Yes, of course’ એટલે હા, જરૂરથી. વાક્યને સાંભળો.
Yes, of course.

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને રેસ્ટોરાંમાં પોતાની મનપસંદ વાનગીનો ઓર્ડર આપતાં સાંભળીએ.

સ્ટેફની શાકભાજી, સ્ટયુ અને જૂસ આરોગી રહ્યો છે. શાકભાજીને અંગ્રેજીમાં કહીશું ‘vegetables.’
How can I help you?

Hi, can I have the vegetable stew? And some juice to drink.

Yes, of course

પ્રેઝન્ટર
ક્રિસએ ‘fish’ એટલે કે માછલી અને ‘soda’ નો ઓર્ડર આપ્યો છે.
How can I help you?

Hi, can I have the fish? And some soda to drink

Yes, of course

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજીનાં વાક્યોને સાંભળો અને બોલો.
How can I help you?

Can I have the meat stew?

And some water to drink

Yes, of course.

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

હું કેવી રીતે તમારી મદદ કરી શકું?
How can I help you?

શું મને મીટ સ્ટયુ મળી શકે?
Can I have the meat stew?

અને પીવા માટે થોડુંક પાણી પણ
And some water to drink

હા, જરૂરથી
Yes, of course.

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે ખબર છે કે કેવી રીતે અંગ્રેજીમાં રેસ્ટોરાંમાં ઓર્ડર કરવું હવે શોન સાથે વાત કરીને અભ્યાસ કરો.
How can I help you?

Yes, of course

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Phil
How can I help you?

Sian
Hi, can I have the meat stew? And some water to drink.

Phil
Yes, of course.

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે રેસ્ટોરાંમાં અંગ્રેજીમાં ઓર્ડર આપી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

 

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

At the restaurant રેસ્ટોરાંની અંદર

3 Questions

Choose the correct answer.
નીચેના સવોલોનો સાચો જવાબ આપો.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • How can I help you?
    હું તમારી કઈ રીતે મદદ કરી શકુ?

    Hi, can I have the ______? And some ______ to drink.
    હાય, શું મને ______ મળશે? અમે થોડુંક ______ પીવા માટે.

    Yes, of course.
    હાં, જરૂર.

    chicken
    પાળેલી મરઘી અથવા મરઘાંનું માંસ

    lamb ઘેટાનું માંસ

    vegetables
    શાકભાજી

    potatoes
    બટાકા

    juice
    જૂસ

    soda
    સોડા