1

Bài 1: Essential English Conversation

Bộ phận chọn bài

  1. 1 Essential English Conversation

Phần 16

Listen to find out how to ask someone about their favourite food.
તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેની મનપસંદ વાનગી  કઈ છે? જાણવા માટે સાંભળો.

0 / 3

  • 0 / 3
    Bài tập 1

Bài tập 1

What’s your favourite food? તમારી મનપસંદ વાનગી કઈ છે?

Listen to find out how to ask someone about their favourite food.
તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેની મનપસંદ વાનગી કઈ છે? જાણવા માટે સાંભળો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી...અને આજે આપણે વાત કરીશું કે તમે કેવી રીતે જણાવશો કે આપની મનગમતી વાનગી કઈ છે.
મિત્રો, પહેલાં તમે સાંભળો શોન અને જીમને. બન્ને એક-બીજાને પોતાની મનગમતી વાનગી વિશે જણાવી રહ્યા છે.
Sian
Hi Jim, what’s your favourite food?

Jim
My favourite food is chicken. How about yours?

Sian
Mine is fruit.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં શોન જીમને પૂછે છે કે તમારો ‘favourite’ એટલે કે મનગમતી વાનગી કઈ છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
What’s your favourite food?
શોનને જવાબ આપતાં જીમ જણાવે છે કે એની મનગમતી વાનગી ‘chicken’ છે. પાળેલી મરઘી અથવા મરઘાના માંસને અંગ્રેજીમાં ‘chicken’ કહેવામાં આવે છે. વાક્યને સાંભળીને પુનરાવર્તન કરો.
My favourite food is chicken.

પ્રેઝન્ટર
મિત્રો, તમે એમ પણ કહી શકો તે તમારી મનગમતી વાનગી ‘lamb’ અથવા ‘meat’ છે. ગુજરાતીમાં ‘lamb’ નો અર્થ થાય છે ઘેટાનું માંસ અને ‘meat’ એટલે કોઈ પણ પ્રાણીનું માંસ.
My favourite food is lamb

My favourite food is meat

પ્રેઝન્ટર
જવાબ આપ્યા બાદ જીમ એજ સવાલ શોનને પૂછે છે અને કહે છે ‘how about yours’ એટલે કે ‘તમે તમારી મનપસંદ વાનગી જણાવો’ જો તમે બીજી વ્યકિતએ પૂછેલો સવાલ એને જ કરવા માંગતા હો તો અંગ્રેજીમાં કહેશો ‘how about yours?’ વાક્યને સાંભળો અને બોલો.
How about yours?

પ્રેઝન્ટર
મિત્રો, અહીંયા શોન અને જીન મનપસંદ વાનગી વિશે વાત કરી રહ્યા છે અને એટલા માટે ફિલને જવાબ આપતી વખતે શોન, ‘my favourite food’ ફરીથી કહેશે નહીં. તે માત્ર કહેશે ‘mine’ મારું ‘fruit’ એટલે ફળ છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
Mine is fruit.

પ્રેઝન્ટર
મિત્રો, તમે એમ પણ કહી શકો કે મારી મનપસંદ વાનગી છે ‘banana’ એટલે કેળાં અથવા ‘mango’ એટલે કેરી.
Mine is banana

Mine is mango

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી એકબીજાને પોતાની મનપસંદ વાનગી વિશે પૂછપરછ કરતા આ લોકોનો સંવાદ સાંભળીએ.

માઈકલને ‘potato’ એટલે બટાકા પસંદ છે જ્યારે અમાન્ડાને માછલી એટલે કે ‘fish’ પસંદ છે.

Hi Michael, what’s your favourite food?
My favourite food is potatoes.
Mine is fish.

જેનીની મનપસંદ વાનગી છે ‘stew’ જ્યારે ‘porridge’ એ એન્ડ્રયુની મનપસંદ છે. ‘stew’ એટલે બાફેલા માંસ અને શાકભાજીની વાનગી. ‘Porridge’ એટલે સ્ટાર્ચી છોડોને પાણી અથવા દૂધમાં ઉકાળીને બનાવવામાં આવતી વાનગી.

Hi Jenny, what’s your favourite food?
My favourite food is stew. 
Mine is porridge.

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજીનાં વાક્યોને સાંભળો અને બોલો.
What’s your favourite food?

My favourite food is chicken

How about yours?

Mine is fruit

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

તમારી મનપસંદ વાનગી કઈ છે?

What’s your favourite food?

મારી મનપસંદ વાનગી ચિકન છે

My favourite food is chicken

તમારી મનપંસદ વાનગી વિશે જણાવો

How about yours?

મારા છે ફળો

Mine is fruit

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે અંગ્રેજીમાં પોતાની મનપસંદ વાનગી વિશે જણાવી શકો છો અને સાથે-સાથે સામેની વ્યક્તિને પૂછી પણ શકો છો. હવે શોન સાથે વાત કરીને અભ્યાસ કરો.
What’s your favourite food?

Mine is fruit

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Sian
Hi Jim, what’s your favourite food?

Jim
My favourite food is chicken. How about yours?

Sian
Mine is fruit.

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં હવે પોતાની મનપસંદ વાનગી વિશે જણાવી શકો છો અને સાથે-સાથે સામેની વ્યક્તિને પૂછી પણ શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

 

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

What's your favorite food?

3 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • What’s your favourite food?
    તમારી મનપસંદ વાનગી કઈ છે?

    My favourite food is ______.
    મારી મનપસંદ વાનગી છે ______.

    How about yours?
    તમારી મનપસંદ વાનગી વિશે જણાવો?

    Mine is ______.
    મારું છે ______.

    chicken
    પાળેલી મરઘી અથવા મરઘાંનું માંસ

    lamb
    ઘેટાનું માંસ

    meat
    કોઈ પણ પ્રાણીનું માંસ

    fruit
    ફળો

    banana
    કેળાં

    mango
    કેરી

    potatoes
    બટાકા

    fish
    માછલી

    stew
    બાફેલા માંસ અને શાકભાજીની વાનગી

    porridge
    સ્ટાર્ચી છોડોને પાણી અથવા દૂધમાં ઉકાળીને બનાવવામાં આવતી વાનગી.