1

Unidad 1: Essential English Conversation

Seleccione una unidad

  1. 1 Essential English Conversation

Sesión 12

Listen to find out how to ask if something is nearby.
તમે કેવી રીતે પૂછશો કે નજીકમાં કોઈ છે કે નહીં? જાણવા માટે સાંભળો.

Sesión 12 puntuación

0 / 3

  • 0 / 3
    Actividad 1

Actividad 1

Is there a… near here? શું અહીં નજીકમાં....છે?

Listen to find out how to ask if something is nearby.
તમે કેવી રીતે પૂછશો કે નજીકમાં કોઈ છે કે નહીં? જાણવા માટે સાંભળો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Mostrar la transcripción Ocultar la transcripción

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રીષી... અને આજે આપણે વાત કરીશું કે શહેરનાં સ્થાનો વિશે જાણવા માટે તમે અંગ્રેજીમાં શું કહેશો.
મિત્રો, પહેલાં તમે સાંભળો શોનને જે ફિલને નજીકમાં આવેલા ભોજનાલય વિશે પૂછપરછ કરી રહ્યી છે.
Sian
Is there a restaurant near here?

Phil
Yes, there is. It’s on Station Road.

Sian
Thanks!

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં શોન ફિલને પૂછે છે ‘is there restaurant near here’ એટલે કે શું અહીં નજીકમાં કોઈ રેસ્ટોરાં છે. ‘Restaurant’ ને ગુજરાતીમાં ભોજનાલય પણ કહેવામાં આવે છે. ‘Near here’ નો અર્થ થાય છે નજીક. ભોજનાલય છે કે નહીં તે જાણવા માટે તે ‘is there’ નો પ્રશ્નમાં ઉપયોગ કરે છે. વાક્યને સાંભળો અને બોલો.
Is there a restaurant near here?

પ્રેઝન્ટર
તમે આ પ્રશ્ન શહેરના કોઈ પણ જગ્યા વિશે જાણવા પૂછી શકો છો. મિત્રો, નીચેના વાક્યોને સાંભળો અને અભ્યાસ કરો.
શું અહીં નજીકમાં બજાર છે?
Is there a market near here?

શું અહીં નજીકમાં કોઈ સુપરમાર્કેટ છે?
Is there a supermarket near here?

શું અહીં નજીકમાં કોઈ હૉસ્પિટલ છે?
Is there a hospital near here?

શું અહીં નજીકમાં કોઈ બસ સ્ટેશન છે?
Is there a bus station near here?

પ્રેઝન્ટર
શોનને જવાબ આપતા ફિલ જણાવે છે કે ‘yes there is’ એટલે કે હા, અહીંયા છે. ફિલ શોનને સાથે-સાથે એ પણ જણાવે છે કે ભોજનાલય સ્ટેશન રોડ ઉપર આવેલું છે. તે અંગ્રેજીમાં કહે છે, ‘it’s on Station Road.’ મિત્રો, અંગ્રેજીમાં માર્ગ માટે ‘street’ અને ‘road’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
Yes, there is. It’s on Station Road.

પ્રેઝન્ટર
માહિતી આપવા બદલ શોનને ‘thanks’ કહે છે જેનો ગુજરાતીમાં અર્થ થયો આભાર. વાક્યને સાંભળો અને અભ્યાસ કરો.
Thanks

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી એકબીજાને રહેઠાણ વિશે પૂછપરછ કરતા આ લોકોનો સંવાદ સાંભળીએ.

પીટને પાર્ક જવુ છે.
Is there a park near her?

Yes, there is. It’s on King George Street.

Thanks

ક્લેર ‘hotel’, ‘હૉટેલ’ શોધી રહી છે.
Is there a hotel near here?

Yes, there is. It’s on East Street.

Thanks

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગેજીનાં વાક્યોને સાંભળો અને બોલો.
Is there a restaurant near here?

Yes, there is.

It’s on Station Road.

Thanks!

પ્રેઝન્ટર
વેલડન.... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

શું અહીં નજીકમાં કોઈ રેસ્ટોરાં છે?
Is there a restaurant near here?

હા, નજીકમાં છે.
Yes, there is.

એ સ્ટેશન રોડ ઉપર છે.
It’s on Station Road

આભાર!
Thanks!

પ્રેઝન્ટર
ગુડ... તો અંગ્રેજીમાં તમે શીખ્યા કે કઇ રીતે તમારા ગામ અને શહેરમાં આવેલા સ્થાનો વિશે પૂછવું. હવે શોન સાથે વાત કરીને અભ્યાસ કરો.
Is there a restaurant near here?
Thanks

પ્રેઝન્ટર
Great…શું તમારા જવાબ સાચાં છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Sian
Is there a restaurant near here?

Phil
Yes, there is. It’s on Station Road.

Sian
Thanks!

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં તમારા ગામ-શહેરમાં આવેલા સ્થાનો વિશે પૂછી શકો છો અને સાથે-સાથે સામેની વ્યક્તિને જણાવી પણ શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

Is there a… near here? શું અહીં નજીકમાં....છે?

3 Questions

નીચેના સવાલોનો સાચા જવાબ આપો.

Choose the correct answer.

Felicitaciones. Has completado el quiz.
Excellent! ¡Muy bien! Bad luck! Tu puntaje :
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Sesión de vocabulario

  • Is there a ______ near here?
    શું અહીં નજીકમાં______ છે?

    Yes, there is.
    હા, અહીં છે.

    It’s on ______.
    એ ઉપર છે ______.

    Thanks!
    આભાર!

    a restaurant
    ભોજનાલય

    a park
    પાર્ક

    a hotel
    હૉટેલ