ਸੈਸ਼ਨ 25

Listen to find out how to talk about your abilities in English.
સાંભળો અને જાણો પોતાની ક્ષમતાઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરશો.

Session 25 score

0 / 4

  • 0 / 4
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

How do I talk about my abilities?

અહીં આપવામાં આવેલા શબ્દોનાં વિરોધી શબ્દ વિશે તમને માહિતી છે? ખાલી જગ્યા પૂરો.

good

 

 

well

 

 

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ...હેલ્લો સેમ વેલકમ!

Sam
Hello! Welcome!

પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે ચર્ચા કરીશું કે તમે પોતાની ક્ષ મતાઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ચાર વ્યક્તિઓને સાંભળો જે ફુટબૉલ રમવાની પોતાની ક્ષમતા વિશે જણાવી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ચાર વ્યક્તિમાંથી કઈ વ્યક્તિ સૌથી સારું ફુટબૉલ રમે છે.

1.   I play football quite well, yeah.’

2.   ‘I'm pretty good, but my sister's better. She's very good at football!’

3.   ‘I'm really bad at football, to be honest.’

4.   ‘I play football very badly.’

Sam
Who was the best at football, did you hear it?

પ્રેઝન્ટર
હા, મેં સાંભળ્યું. બીજી વ્યક્તિની બહેન બહુ સારું ફુટબૉલ રમે છે. So, Sam, how did we know that she was the best?

Sam
Let's listen again to two of the people.

પ્રેઝન્ટર
Ok! તો દરેક વ્યક્તિએ ‘good’ અથવા ‘bad’ શબ્દનો ઉપયોગ કર્યો. ‘Good’ નો અર્થ થાય છે સારું અને ‘bad’ એટલે ખરાબ. મિત્રો, ફરીથી સાંભળો અને જાણો કે ‘good’ અને ‘bad’ પહેલાં કઈ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

I'm pretty good…’

‘She's very good at football!’

‘I'm really bad at football…’

પ્રેઝન્ટર
Ok, તો 'good' અને 'bad' વિશેષણો છે. અને એટલા માટે 'good' અને 'bad' પહેલાં સામાન્યતઃ ક્રિયાપદ 'be' આવશે.

Sam
Yes, they said 'she is' and 'I am'. But we naturally say 'she's' and 'I'm' when speaking. Now listen again – what little word do you hear before ‘football’?

‘She's very good at football!’

‘I'm really bad at football…’

પ્રેઝન્ટર
 મિત્રો, એ નાનો શબ્દ છે ‘at’. તમે કઈ બાબત માં ‘good’ અથવા ‘bad’ છો જો એ વિશે જણાવવા માંગતા હોવ તો અંગ્રેજી શબ્દ ‘at’ નો ઉપયોગ કરો. આ એટલા માટે કે ‘good’ અથવા ‘bad’ બન્ને સંજ્ઞા છે.

Sam
Quick practice! Repeat after me:

‘She's very good at football!’

‘I'm really bad at football.’

Shall we listen to the two other people?

પ્રેઝન્ટર
જરૂર! આ વ્યક્તિઓ પોતાની ક્ષમતા વિશે વાત કરવા માટે ‘good’ અથવા ‘bad’ નહીં પણ એક ક્રિયાપદનો ઉપયોગ કરે છે. જાણવા ફરીથી સાંભળો.

I play football quite well, yeah.’

‘I play football very badly.’

પ્રેઝન્ટર
બન્ને વ્યક્તિઓએ સામાન્ય વર્તમાનકાળની સાથે ક્રિયાપદ ‘play’ નો ઉપયોગ કર્યો. તમે કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો જેમ કે ‘cook’ એટલે રસોઈ, ‘dance’ એટલે નૃત્ય અથવા ‘speak English.’ હવે જો તમારે પોતાની ફુટબૉલ રમવાની ક્ષમતા વિશે જણાવવું હોય તો ક્રિયાપદ પછી ક્રિયાવિશેષણ અવ્યયનો ઉપયોગ કરવાનો છે. ચાલો બન્ને વ્યક્તિઓને ફરીથી સાંભળીએ અને જાણીએ કે તેમણે શું કહ્યું.

‘I play football quite well, yeah.’

‘I play football very badly.’

પ્રેઝન્ટર
તો એક વ્યક્તિએ ‘well’ નો ઉપયોગ કર્યો છે અને બીજી વ્યક્તિએ ‘badly’ નો. તમે ‘very’ શબ્દ પણ સાંભળ્યું, જેનો અર્થ થાય છે બહુ. મિત્રો, ‘very’ અને ‘really’ શબ્દોનો અર્થ સરખો થાય છે. ‘Really’ નો ગુજરાતીમાં અર્થ થાય છે ખરેખર. આપણે ‘quite’ અને ‘pretty’ પણ સાંભળ્યું. બન્ને શબ્દોનો અર્થ સરખો થાય છે. ચારેય શબ્દો તમે ‘good’, ‘bad’, ‘well’ અને ‘badly’ પહેલાં ઉપયોગ કરી શકો.

Sam
Let's practise the pronunciation. Repeat after me:

‘I play football quite well.’

‘I play football very badly.’

Which is absolutely true! I'm terrible at football.

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કોઈ એવી વસ્તુ વિચારો જેમાં તમે ઠીક-ઠાક સારા છો. યાદ રાખો કે તમે ‘good’ પહેલાં બે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી શકો છો. સેમ પણ તમને જણાવશે કે એ કઈ બાબતમાં ઠીક-ઠાક છે. સેમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
I'm quite good at cooking.

પ્રેઝન્ટર
Great! તમે એમ પણ કહી શકો 'I'm pretty good at…'. હવે તમે જે વસ્તુમાં ખરાબ છો તે વિશે જણાવવો. પોતાનો જવાબ સેમના જવાબ સાથે સરખાવો.

Sam
I'm very bad at dancing!

પ્રેઝન્ટર
અને હવે એવી વસ્તુ વિશે જણાવો જેમાં તેમા સારા છો. અહીં ક્રિયાપદનો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં. પોતાનો જવાબ સેમના જવાબ સાથે સરખાવો.

Sam
I speak English well.

પ્રેઝન્ટર
Yes, Sam, you are quite good at English.

Sam
Thank you!

પ્રેઝન્ટર
Join us next week for another episode of 'How do I…' so you too can be ‘very good at English! Bye!

Sam
Yes, so you'll be excellent at English! Bye, everyone!

Learn more

1) વિશેષણો અને સંજ્ઞાઓનો ઉપયોગ કરીને હું મારી ક્ષમતાઓ વિશે કઈ રીતે જણાવું?

અંગ્રેજીમાં પોતાની ક્ષમતાઓ વિશે જણાવવા માટે સામાન્યતઃ 'good' અને 'bad' નો ઉપયોગ કરવામાં આવે છે. વિષય ઉપર વધુ ભાર આપવા માટે 'excellent' અને 'terrible' નો ઉપયોગ કરો. યાદ રાખો કે બન્ને શબ્દો સાથે ક્રિયાપદ 'be' નાં પ્રકાર (is, am અથવા are) નો ઉપયોગ કરો.
subject + be + adjective

  • She’s good.
  • We’re terrible.

જો તમને કોઈ ચોક્કસ ક્રિયા વિશે જણાવવું હોય ત્યારે સંજ્ઞા પહેલાં ‘at’ નો ઉપયોગ કરવું ફરજીયાત છે (અથવા 'ing' સાથે પૂર્ણ થતું અંગ્રેજી ક્રિયાપદનું મૂળ ધાતુ).
subject + be + adjective + at + noun/ gerund

  • I’m bad at French.
  • He’s excellent at (playing) football

2) ક્રિયાપદો અને ક્રિયાવિશેષણ અવ્યયનો ઉપયોગ કરીને હું મારી ક્ષમતાઓ વિશે કઈ રીતે જણાવું?

તમે જે ક્રિયાનો ઉપયોગ કરીને પોતાની ક્ષમતા વિશે પણ વાત કરી શકો છો. દાખલા તરીકે play’, ‘cook’, ‘dance’ અને ‘speak’. અહીં વાક્યની સાંથે ક્રિયાવિશેષણ અવ્યય 'well' અથવા 'badly' નો ઉપયોગ કરો.

  • I speak French badly.
  • He plays football very well.

3) હું મારી ક્ષમતાઓને કઈ રીતે નબળી અથવા મજબૂત બનાવી શકું?

તમે નીચે જણાવેલ શબ્દોનો ઉપયોગ કરીને 'good' અને 'bad' માં પરિવર્તન કરી શકો છો. સાથે-સાથે 'well' અને 'badly' માં પણ.
very - બહુ સારું
really - ખરેખર, સાચે જ
quite - ઘણાં અંશે
pretty - ઠીક ઠીક

જે શબ્દને ફેરફાર કરી રહ્યાં છો તેના પહેલાં ઉપરનાં શબ્દો આવશે.

  • You’re very good at dancing.
  • You dance really well.

How do I talk about my abilities?

4 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Come to our Facebook group to tell us what you’re good and bad at!
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો કે તમે કઈ વસ્તુમાં સારા છો અને કઈ બાબતમાં ખરાબ!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • football
    ફુટબૉલ

    to play (football)
    રમવું (ફુટબૉલ)

    cooking
    રસોઈ

    to cook
    રસોઈ કરવી

    dancing
    નૃત્ય

    to dance
    નાચવું

    to speak (a language)
    બોલવું (એક ભાષા)