ਸੈਸ਼ਨ 18

Listen to find out how you can ask to do something in English.
તમે કંઈક કરવા માંગતા હોવ તો અંગ્રેજીમાં કઈ રીતે પૂછશો? જાણવા માટે સાંભળો.

Session 18 score

0 / 4

  • 0 / 4
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

How do I talk about future plans?

પોતાના મિત્રને વિનંતી કરતી વખતે નીચે આપવામાં આવેલા રીતમાંથી કઈ રીત પસંદ કરશો?

Yes, I’m going to take a Spanish class.
I’d like to take up running three times a week.
I might travel to Scotland to see an old friend.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે  ફિલ...હેલ્લો ફિલ વેલકમ!

Phil
Hello, everybody. Welcome!

પ્રેઝન્ટર
આજે આપણે ચર્ચા કરીશું કે જો તમને ભવિષ્યનાં યોજનાઓ વિશે અંગ્રેજીમાં કંઇક કહેવું હોય તો શું કહશો. ચર્ચા શરૂ કરીએ એ પહેલા તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો જે પોતાની ભાવિ યોજનાઓ વિશે જણાવી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી. અમે તમને શીખવામાં મદદ કરીશું. તમે સાંભળો અને કહો કે ત્રણેયમાંથી કોને નક્કર યોજના બનાવી છે.

‘Do you have any plans for this summer?’

‘Yes, I’m going to take a Spanish class.’

‘I’d like to start running three times a week.’

‘I might travel to Scotland to see an old friend.’

પ્રેઝન્ટર
તો મિત્રો, ત્રણેયમાંથી કોણે નક્કર યોજના બનાવી છે? તમે એકદમ બરાબર બોલ્યાં! મહિલા ઉનાળામાં સ્પેનિશ ભાષા શીખશે. તો ફિલ, ભવિષ્યની યોજનાઓ વિશે જાણાવવા માટે જરૂરી એવી ભાષા વિશે વાત શરૂ કરીએ?

Phil
Yes, why not?

પ્રેઝન્ટર
મિત્રો, ચર્ચાની શરૂઆત પ્રશ્નથી કરીએ. તો વ્યક્તિએ પૂછયું ‘Do you have any plans for….’. આ પ્રશ્ન એક નિશ્ચિત સમય વિશે છે.

‘Do you have any plans for next month?’

‘Do you have any plans for next year?’

પ્રેઝન્ટર
ત્રણેય વાક્યોમાં વ્યક્તિઓ ભવિષ્યની યોજનાઓ વિશે જણાવી રહ્યા છે. ચાલો સાંભળીએ કે પ્રથમ વ્યક્તિએ શું કહ્યું.

‘Yes, I’m going to take a Spanish class.’

પ્રેઝન્ટર
પોતાની વાત જણાવવા માટે બધા 'going to'  નો ઉપયોગ કરે છે. મિત્રો, જો કંઈક કરવાનું નક્કી કરી નાંખ્યું હોય તો એ વિશે જણાવવા માટે 'going to' નો ઉપયોગ કરો.

Phil
OK, let’s quickly practise the pronunciation together! Notice that when we say 'going to' it often sounds more like ‘gonna’. 'I’m gonna take a Spanish class’ Repeat after me:

‘I’m gonna take a Spanish class’.

‘I’m gonna take a Spanish class’

પ્રેઝન્ટર
હવે બીજા વ્યક્તિને સાંભળો.

‘I’d like to start running three times a week.’

પ્રેઝન્ટર
અહીં વ્યક્તિ ‘I’d like’ થી વાક્યની શરૂઆત કરે છે. ‘I’d like’ એ ‘I would like’ નું ટૂંકું સ્વરૂપ છે. તમે કોઈ કાર્ય કરવાની ઇચ્છા ધરાવતા હોવ તો એ વિશે જણાવવા માટે ‘would like’ નો ઉપયોગ કરો. ‘Would like’ સૂચવે છે કે તમે કાર્ય કરવા તો માંગો છો પણ તમારી એ કાર્ય થશે કે નહીં એ કહી શકાય નહીં.

Phil
OK, Let’s practise the pronunciation again. Remember that we say 'I would' as 'I'd'. Repeat after me: 

I’d like to start running three times a week.'

I’d like to start running three times a week.

પ્રેઝન્ટર
હવે ત્રીજી વ્યક્તિને સાંભળો.

‘I might travel to Scotland to see an old friend.’

પ્રેઝન્ટર
ત્રીજી વ્યક્તિ બહુ મહત્ત્વનું ‘modal verb’ એટલે કે સહાયક ક્રિયાપદ ‘might’ નો ઉપયોગ કરે છે. આ શબ્દ જણાવે છે કે કંઈક શક્ય છે પણ એ ફળીભૂત થશે કે કેમ એ ચોક્કસ કહી શકાય નહીં. ત્રીજી વ્યક્તિ સ્કૉટલૅન્ડ જવાની વાત કરે છે પણ શક્ય છે કે ન પણ જાય. યાદ રાખો કે વાક્યમાં ‘might’ પછી  માત્ર ક્રિયાપદ આવશે, અહીં ‘to’ નો ઉપયોગ કરવું નહીં. વાક્ય બનશે, ‘I might travel.’

Phil
And let’s practise the pronunciation together. Notice how 'to' in 'travel to Scotland' sounds like 'tuh' Repeat after me:

I might travel to Scotland'

‘I might travel to Scotland'

પ્રેઝન્ટર 
Thank you, Phil. મિત્રો, ભવિષ્યની યોજનાઓ વિશે કઈ રીતે જણાવવું તે અંગે આજે તમે જાણ્યું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. આવતીકાલે તમે પોતાના મિત્રના ઘરે જવાનું નક્કી કર્યું છે. તો અંગ્રેજીમાં કઈ રીતે કહેશો? તમારો જવાબ ફિલના જવાબ સાથે સરખાવો.

Phil
'I'm going to drive to my friend’s house tomorrow'.

પ્રેઝન્ટર
Did you say the same? શનિવારે તમે ‘museum’ એટલે કે સંગ્રહાલય જવા માંગો છો. તો અંગ્રેજીમાં તમે કઈ રીતે જણાવશો? વાક્યમાં  ક્રિયાપદ ‘visit’ નો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં. તમારો જવાબ ફિલનાં જવાબ સાથે સરખાવો.

Phil
I’d like to visit a museum on Saturday.

પ્રેઝન્ટર
Did you say the same? હવે છેલ્લો પ્રશ્ન. શકય છે કે તમે રવિવારે દરિયા કિનારે જાઓ. તો અંગ્રેજીમાં તમે કઈ રીતે કહેશો? વાક્યમાં ક્રિયાપદ ‘go’ નો ઉપયોગ કરવાનું છે. ફિલ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.

Phil
I might go to the beach on Sunday.

પ્રેઝન્ટર
Did you say the same?

Phil
Well done! Now you know how to talk about future plans!

પ્રેઝન્ટર
Thanks for joining us and see you next time for more How do I…Bye!

Phil 
Bye!

Learn more!

1. હું ચોક્કસ ભાવિ યોજના વિશે કઈ રીતે વાત કરી શકું?

We can use be + going to to talk about plans that we have already decided to do. Remember that ‘be’ changes according to person.

  • I am going to meet Sarah for a coffee.
  • She is going to come after work.
  • We are going to talk about our plans.

2. ભાવિ ઇચ્છા વિશે હું કઈ રીતે વાત કરી શકું?

We can use ‘would like to’ to talk about things we want to do in the future, whether they are possible or not. Would is often contracted to ‘’d’.

  • I’d like to study Italian.
  • We’d like to go abroad this summer.
  • She’d like to meet some new people.

3. ભવિષ્યમાં કોઈ વસ્તુ શક્ય હોય તો એના વિશે હું કઈ રીતે વાત કરું?

We can use ‘might’ to talk about something that is possible. Remember that we use the infinitive without ‘to’ after it.

  • I might go swimming.
  • We might watch a film.
  • He might take a day off work.

4. ભાવિ યોજનાઓ વિશે જાણવા માટે તમે ક્યો પ્રશ્ન પૂછશો?

We can ask ‘Do you have any plans for….’ and then add a time period.

  • Do you have any plans for next month?
  • Does he have any plans for next year?
  • Do we have any plans for this summer?

How do I talk about future plans?

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Tell us if you have any plans for this week on our Facebook group!
તમારા આ અઠવાડિયા માટે જો કોઈ યોજના હોય તો અમને ફેસબુક ગ્રુપમાં જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • Start running
    દોડ શરૂ કરવી
    Take a class
    ક્લાસ લેવી
    modal verb
    સહાયક ક્રિયાપદ