1

ਯੂਨਿਟ 1: Essential English Conversation

ਯੂਨਿਟ ਚੁਣੋ

  1. 1 Essential English Conversation

ਸੈਸ਼ਨ 6

કેટલા ભાઈ-બહેન છે?

Listen to find out how to ask if someone has any brothers or sisters.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એને કેટલાં ભાઈ-બહેન છે.

Session 6 score

0 / 3

  • 0 / 3
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

Any brothers or sisters? કેટલા ભાઈ-બહેન છે?

Listen to find out how to ask if someone has any brothers or sisters.

જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એને કેટલાં ભાઈ-બહેન છે.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversationમાં આપનું સ્વાગત છે.
હું છું રીષી......અને આજે આપણે વાત કરીશું કે તમે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે તમારે કેટલા ભાઇ-બહેન છે.

મિત્રો, પહેલાં તમે સાંભળો ટીના અને જહોનને જેઓ એકબીજાને પોતાના પરિવાર વિશે જણાવી રહ્યાં છે.

Tina
Have you got any brothers or sisters?

John
Yes, I’ve got two sisters. How about you?

Tina
I’ve got a brother.

થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.

અહીં ટીના જહોનને પૂછે છે, ‘Have you got any brothers or sisters?’ એટલે ‘શું તમારે કોઈ ભાઇ-બહેન છે?’

ફ્રેંડસ્, જો પ્રશ્નમાં ‘have you got’ નો ઉપયોગ કરવા માંગતા હોવ તો ‘any’ શબ્દ એ ફરજિયાત છે. વાક્યને ફરીથી સાંભળીને પ્રેક્ટિસ કરો.

Have you got any brothers or sisters?

પ્રેઝન્ટર

જહોન ટીનાને જણાવે છે ‘I’ve got two sisters’. ગુજરાતીમાં આનો અર્થ થશે મારે બે બહેનો છે. મિત્રો, અંગ્રેજીમાં ‘I’ve got’ અને ‘I have’ નો અર્થ એક જ થાય છે.

સાથે જ બહેન માટે ‘sister’ અને બહેનો માટે ‘sisters’ શબ્દનો પ્રયોગ કરીશું. ‘sister’ એકવચન છે અને ‘sisters’ બહુવચન. એક બહેન હશે તો ‘sister’ કહીશું અને એકથી વધારે બહેન હોય તો ‘sisters’. વાક્યને સાંભળો અને પ્રેકિટસ કરો.

Yes, I’ve got two sisters.

પ્રેઝન્ટર

જવાબ આપ્યા બાદ જહોન એ જ સવાલ ટીનાને પણ પૂછે છે. તે કહે છે ‘How about you?’ એટલે હવે તમારા વિશે જણાવો. સાંભળીને પ્રેકિટસ કરો.

How about you?

પ્રેઝન્ટર

ટીના જહોનને કહે છે તેને એક ભાઈ છે, ‘I’ve got a brother’. ટીનાને એક જ ભાઈ છે માટે અંગ્રેજીમાં કહીશું ‘a brother’.

I’ve got a brother.

પ્રેઝન્ટર
ગ્રેટ, ચાલો ફરી એકબીજાને ભાઈ-બહેન વિશે પૂછપરછ કરતા આ લોકોનો સંવાદ સાંભળીએ.

Have you got any brothers or sisters?

Yes, I’ve got a sister. How about you?

I’ve got two brothers and a sister.

 

Have you got any brothers or sisters?

Yes, I’ve got a sister and a brother. How about you?

I’ve got two sisters.

પ્રેઝન્ટર

એન્ડ નાઉ ટાઈમ ટુ પ્રૅક્ટિસ, એટલે કે જરા પ્રૅક્ટિસ કરી લઈએ... પહેલાં અંગ્રેજીના વાક્યોને સાંભળો અને પછી બોલો. ધ્યાન રાખજો દરેક વાક્ય તમને બે વખત સંભળાશે.

Insert

Have you got any brothers or sisters?

Have you got any brothers or sisters?

Yes, I’ve got two sisters. How about you?

Yes, I’ve got two sisters. How about you?

I’ve got a brother.

I’ve got a brother.

 

પ્રેઝેન્ટર
વેલડન...... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

શું તમારે કોઈ ભાઈ-બહેન છે?

Have you got any brothers or sisters?

હાં, મારે બે બહેનો છે. તમારા વિશે જણાવો.

Yes, I’ve got two sisters. How about you?

મારે એક ભાઈ છે.

I’ve got a brother.

પ્રેઝન્ટર
ખૂબ સરસ.. અને હવે સમય થયો છે તમને કેટલું યાદ રહ્યું તે ચકાસવાનો. ટીના સાથે સવાલ-જવાબ કરીને પ્રૅક્ટિસ કરો. અને હા મિત્રો, ટીનાને પૂરક પ્રશ્ન ‘how about you’ એટલે ‘તમે પણ તમારા વિશે જણાવો’ પૂછવાનું ભુલતાં નહીં.

Have you got any brothers or sisters?

I’ve got a brother.

પ્રેઝન્ટર

Great...શું તમે સાચા જવાબો આપ્યા? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.

Tina
Have you got any brothers or sisters?

John
Yes, I’ve got two sisters. How about you?

Tina
I’ve got a brother.

પ્રેઝન્ટર

હવે તમે જરા પણ ખચકાયા વિના અંગ્રેજીમાં સામેની વ્યકિતને પૂછી શકો છો કે તેને કેટલા ભાઈ-બહેન છે. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. જેમાં મિત્રથી વધારે કોણ ઉપયોગી થાય? તો મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો.

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં. ત્યાં સુધી BYE!

Check what you’ve learned by choosing the correct answer to the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

કેટલા ભાઈ-બહેન છે?

3 Questions

નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Choose the correct answer.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.

આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • Have you got any brothers or sisters?
    શું તમારે કોઈ ભાઈ-બહેન છે?

    Yes, I’ve got a sister.
    હાં, મારે એક બહેન છે.

    Yes, I’ve got a brother.
    હાં, મારે એક ભાઈ છે.

    How about you?
    હવે તમારા વિશે જણાવો?