Lição 8

Listen to find out what you can say when you don't know a word in English.
સાંભળો અને જાણો કે જો અંગ્રેજીમાં કોઈ શબ્દ ખબર ન હોય તો કઈ રીતે જણાવશો.

Lições desta unidade

Pontos alcançados nesta lição

0 / 3

  • 0 / 3
    Atividade 1

Atividade 1

How do I describe a word I don't know?

Listen to find out what you can say when you don't know a word in English.
સાંભળો અને જાણો કે જો અંગ્રેજીમાં કોઈ શબ્દ ખબર ન હોય તો કઈ રીતે જણાવશો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન. હેલ્લો શાન...વેલકમ!

Sian
Hi everybody!

પ્રેઝન્ટર
મિત્રો, આજનો વિષય છે અંગ્રેજી શબ્દો. જો તમને કોઈ અંગ્રેજી શબ્દ ખબર ન હોય તો તમે એ વિશે કઈ રીતે જણાવશો?  આજે અમે આ અંગે વાત કરીશું. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો, જે કંઈક વસ્તુનું વર્ણન કરી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ત્રણેય વ્યક્તિઓ કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યાં છે. 

  • Um, it's a kind of fruit. It's yellow and long.
  • It's an adjective and it’s the opposite of clean.
  • It's like a clock, but you wear it on your arm.

પ્રેઝન્ટર
મિત્રો, શું તમને ખબર છે કે ત્રણેય વ્યક્તિઓ શું કહેવા માંગે છે? પ્રથમ વ્યક્તિ ‘a banana’ એટલે કે કેળાં વિશે વાત કરી રહ્યો છે. બીજી વ્યક્તિ વિશેષણ 'dirty' એટલે કે મેલું નો ઉપયોગ કરે છે અને ત્રીજી વ્યક્તિ 'watch' એટલે કે કાંડા ઘડિયાળ વિશે વાત કરી રહ્યો છે. So now let's look at some techniques you can use if you don't know a word in English.

Sian
Good idea! So the first person used 'it's a kind of'. You can use this phrase to talk about the category of the thing you are describing. So, for a banana, we can say 'it's a kind of fruit’. And for 'a cat' we can say 'it's a kind of animal.'

પ્રેઝન્ટર
હા, આપણે 'it's a kind of…' બોલીએ છીએ. ગુજરાતીમાં 'it’s a kind of …' નો અર્થ થાય છે એક પ્રકારનો. તમે 'kind' ની જગ્યાએ 'type' નો પણ ઉપયોગ કરી શકો છો. So we can also say 'it's a type of'. Can't we?

Sian
That's right. So we can also say ‘it's a type of fruit'. So for 'coffee' we can say 'it's a type of drink' or 'it’s a kind of drink' and they have the same meaning. Let’s practise the pronunciation. Repeat after me:

‘It's a kind of drink.’

‘It's a type of drink.’

પ્રેઝન્ટર
બીજો વ્યક્તિ વિશેષણ 'dirty' એટલે કે મેલું નો ઉપયોગ કરે છે. ‘Dirty’ એ 'clean' નો વિરોધી શબ્દ છે. ગુજરાતીમાં ‘clean’ નો અર્થ થાય છે સ્વચ્છ. Can you remember how they said this?  Let's listen again to find out.

‘It’s the opposite of clean.’

Sian
Yes, 'it's the opposite of…'  So this is a useful way to describe an adjective, if you know its opposite. So let's have a quick go – how can you describe the adjective 'cold'? OK, we can say: It's the opposite of hot!

પ્રેઝન્ટર
Did you get it right? ત્રીજી વ્યક્તિ ' a watch' એટલે કે કાંડા ઘડિયાળનું વર્ણન કરે છે. પોતાની વાત જણાવવાં માટે વ્યક્તિ 'a clock' એટલે કે ઘડિયાળ કહે છે. Can you remember how he said this?

‘It's like a clock.’

Sian
So we can use the phrase 'it's like' plus the thing to say that something is similar to something else. You can also use 'it's similar to'. Let's practise the pronunciation. Repeat after me.

‘It's like a clock.’

‘It's similar to a clock.’

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે નથી જાણતા કે લસણને અંગ્રેજીમાં શું કહેવું. તો તમે કઈ રીતે જણાવશો કે વસ્તુ ‘vegetable’ એટલે કે શાકભાજીનો એક પ્રકાર છે અને કાંદા સાથે મળતું આવે છે. કાંદાને અંગ્રેજીમાં કહીશું ‘onion’.

Sian
It's a kind of vegetable. It's like an onion.

પ્રેઝન્ટર
Did you say the same? તમે એમ પણ કહી શકો કે 'it’s a type of vegetable' અને ‘it's similar to an onion.’ તમે નથી જાણતા કે કદરૂપુંને અંગ્રેજીમાં કઈ રીતે કહેવું પણે તમને એ ખબર છે કે સુંદરને અંગ્રેજીમાં શું કહેવાય. તો હવે કદરૂપું અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.

Sian
It's the opposite of beautiful.

પ્રેઝન્ટર
Did you say the same? મિત્રો, અંગ્રેજીમાં લસણને કહીશું ‘garlic’ અને કદરૂપુંને કહીશું ‘ugly’!

Sian
Well done! Now hopefully you won't feel lost without a dictionary!

પ્રેઝન્ટર
That's true! See you next time.

Sian 
Bye, everyone! 

Learn more

1) હું કઈ-કઈ રીત અંગ્રેજી શબ્દ જણાવી શકું જેના વિશે મને ખબર ન હોય?

A) તમે શબ્દસમૂહ 'it's a kind of...' અથવા 'it's a type of...' નો ઉપયોગ કરીને જણાવી શકો છો કે શબ્દ કઈ શ્રેણીનું છે.

  • It's a kind of hot drink. (coffee)
  • It's a type of fruit. (a banana)

તમે વધુ માહિતી આપી શકો છો. દાખલા તરીકે કેળાં માટે તમે કહી શકો છો કે 'it's long and yellow' એટલે કે એ લાબું અને પીળું છે.

B) જે શબ્દ વિશે જણાવવાં માંગો છો જો તે વિશેષણ છે અને તમને એનો વિરોધી શબ્દ ખબર છે, તો 'it's the opposite of' શબ્દસમૂહનો ઉપયોગ કરો. 'It's the opposite of' નો ગુજરાતીમાં અર્થ થાય છે 'તેનો વિરોધી શબ્દ છે.' 'It's the opposite of' કહીને વિરોધી વિશેષણ જણાવો.

  • It's the opposite of clean. (dirty)
  • It's the opposite of hot. (cold)

C) જે શબ્દ વિશે કહેવા માંગો છે તેની સાથે મળતો આવતો શબ્દ જણાવી શકો છો. આ માટે તમે 'it's like...' અથવા 'it's similar to..' નો ઉપયોગ કરીને એ શબ્દ જણાવો.

  • It's like a clock. (a watch)
  • It's like an onion (garlic)

How do I describe a word I don't know?

3 Questions

Complete the gaps in these sentences describing a word.
Click on 'hint' to find out what word the person is trying to explain.

શબ્દનું વર્ણન કરીને વાક્યમાં રહેલ ખાલી જગ્યા ભરો.
વ્યક્તિ શું સમજાવવાનો પ્રયાસ કરી રહી છે તે જાણવા માટે 'સંકેત' ઉપર ક્લિક કરો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join our Facebook group for more fun with English!
અંગ્રેજીમાં વધુ જાણવા માટે અમારા ફેસબુક ગ્રુપ માં જોડાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Vocabulário desta lição

  • garlic
    લસણ

    a clock
    ઘડિયાળ

    a watch
    કાંડા ઘડિયાળ

    dirty
    મેલું

    ugly
    કદરૂપું

    beautiful
    સુંદર