Lição 29

Listen to find out how to give instructions in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં માર્ગદર્શન અથવા સૂચન કઈ રીતે આપશો.

Pontos alcançados nesta lição

0 / 4

  • 0 / 4
    Atividade 1

Atividade 1

How do I give instructions?

ફિલને સૂચન આપતા સાંભળો. તે શું શીખવી રહ્યો છે?

  1. To make a sandwich
  2. To turn on his TV
  3. To feed his cat

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!

Sam
Welcome, everyone!

પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે ચર્ચા કરીશું કે તમે અંગ્રેજીમાં ‘instructions’ એટલે કે માર્ગદર્શન અથવા સૂચન કઈ રીતે આપશો. દૈનિક જીવનમાં આપણે ધણી વખત માર્ગદર્શન અથવા સૂચન આપીએ છે. દાખલા તરીકે કેવી રીતે રમવું, ભોજન કઈ રીતે બનાવવું અથવા તો નવું ઉપકરણ કઈ રીતે વાપરવું.

Sam
Yes, exactly! I was just teaching my grandmother how to send an email this weekend!

પ્રેઝન્ટર
An important skill! તો ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ફિલને સાંભળો, જે કોઈ કાર્ય કઈ રીતે કરવું તે વિશે માર્ગદર્શન અથવા સુચન આપી રહ્યો છે. તમારી મદદ માટે શબ્દો છે 'slice' એટલે કાતરી, 'to grate' એટલે છીણી ઉપર ઘસવું અને 'frying pan' એટલે પેણી.

Insert
Take two slices of bread. Spread some butter on one side of both slices of bread. Next, grate some cheese and cover one slice with all the cheese, then put the other slice on top. Put the sandwich in a frying pan. Heat it on one side for two minutes, then flip it quickly and cook it on the other side for another two minutes. After that, enjoy!

પ્રેઝન્ટર
Wow, that sounds delicious. What's the name of this dish, Sam?

Sam
Ah, this is a 'grilled cheese sandwich'. If you like cheese, it's delicious, but not very healthy!

પ્રેઝન્ટર
Ok, તો ફિલ અહીં વિવિધ ક્રિયાપદોનો ઉપયોગ કરીને માર્ગદર્શન અથવા સૂચન આપી રહ્યો છે કે ‘grilled cheese sandwich’ કઈ રીતે બનાવવું. મિત્રો, ફરીથી ફિલને સાંભળો અને જાણો કે તે કઈ ક્રિયાપદો અથવા કાળનો ઉપયોગ કરે છે.

Insert
Next, grate some cheese and cover one slice with all the cheese, then put the other slice on top.

પ્રેઝન્ટર
ત્રણ ક્રિયાપદો છે 'grate' એટલે છીણી ઉપર ઘસવું, 'cover' એટલે ઢાંકી દેવું અને 'put' એટલે નાંખવું. ત્રણેય ‘imperative’ એટલે કે આજ્ઞાવાચક સ્વરૂપમાં છે. આ ઝડપી અને સીધું છે – માત્ર સામાન્ય મૂળ ક્રિયાપદની જરૂર છે!

Sam
Exactly! And, after the verb, we usually have an object. So, for example, you 'grate' 'some cheese'. When we say these sentences, we stress the verbs and the nouns because these are the important parts of the instruction. Let's try that together, please repeat after me:

Grate some cheese.

Cover one slice with all the cheese.

Put the other slice on top.

પ્રેઝન્ટર
Great! મિત્રો, ફિલ ક્રમમાં માર્ગદર્શન આપે છે. તે ત્રણ અલગ-અલગ રીતે પછીનો તબક્કો જણાવે છે. હવે સાંભળો   અને જાણો કે ફિલ માર્ગદર્શન અને પછીનો તબક્કો કઈ રીતે જણાવે છે.

Insert
Next, grate some cheese and cover one slice with all the cheese…

…then flip it quickly and cook it on the other side…

After that, enjoy!

પ્રેઝન્ટર
તે શબ્દો છે 'next' એટલે પછીનું, 'then' એટલે બાદમાં અને 'after that' એટલે એના પછી.

Sam
Yes, and after these words, we usually have a short pause. So let's quickly practise the pronunciation together. Please repeat after me:

Next, grate some cheese…..Also

…then flip it …

After that, enjoy!

પ્રેઝન્ટર
માર્ગદર્શન આપતી વખતે ફિલ ‘time’ એટલે કે સમયે-સીમા પણ જણાવે છે. સાંભળો અને જણો કે ‘time’ પહેલાં કયો નાનો શબ્દ આવે છે.

Insert
Heat it on one side for two minutes, then flip it quickly and cook it on the other side for another two minutes.

Sam
It was 'for', which we use before a period of time. But when we pronounce it, it sounds more like /f∂/. Let's try it:

…for two minutes…

પ્રેઝન્ટર
Thanks, Sam. મિત્રો, આજે તમે જાણ્યું કે અંગ્રેજીમાં માર્ગદર્શન અથવા સૂચન કઈ રીતે આપવું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તો હવે તમે ઈંડા કઈ રીતે બાફવું, તે વિશેનું માર્ગદર્શન આપો. જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દ ‘water’ અને ક્રિયાપદ 'boil' નો ઉપયોગ કરવાનું છે. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.

Sam
Boil some water.

પ્રેઝન્ટર
Good! હવે અંગ્રેજીમાં કહો કે ઈંડા પાણી માં નાંખો. જવાબ આપતી વખતે 'egg' અને 'put' નો ઉપયોગ કરો. પોતાનો જવાબ અંગ્રેજી શબ્દ 'next' થી શરૂ કરો.

Sam
Next, put the egg in the water.

પ્રેઝન્ટર
Well done! છેલ્લે કહો કે ઈંડા 12 મિનિટ સુધી ઉકાળો. જવાબ આપતી વખતે ક્રિયાપદ 'cook' નો ઉપોયગ કરો અને વાક્યની શરૂઆત અંગ્રેજી શબ્દ 'then' થી કરો.

Sam
Then cook the egg for 12 minutes.

પ્રેઝન્ટર
Great! Now, could you teach us how to make one of your favourite dishes?

Sam
Excellent idea! Please come and give us instructions on our Facebook page. I need some new recipes!

પ્રેઝન્ટર
Join us next week for more How do I…. Bye, everyone.

Learn more

1. હું માર્ગદર્શન અથવા સૂચન આપવા માટે કયા કાળનો ઉપયોગ કરી શકું?

તમે સામાન્ય વર્તમાનકાળનો ઉપયોગ કરો, જે આજ્ઞાવાચક પ્રકારનો હોવો જોઈએ. તમે આદેશ અથવા ચેતવણી આપવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો. જે વ્યક્તિ સાથે તમે વાત કરી રહ્યા છો, મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરો, જે વાક્યનાં પ્રથમ ભાગમાં આવશે.

  • Take two slices of bread. Spread some butter on one side of both slices of bread. Next, great some cheese and cover one slice with all the cheese, then put the other slice on top.

2. ક્રિયાપદ પછી શું આવશે?

ક્રિયાપદ પછી સંજ્ઞા અથવા સંજ્ઞા શબ્દસમૂહ આવશે.

  • Take two slices of bread
  • Next, great some cheese

3. કર્મ પછી તમે બીજી માહિતી જણાવી શકો, જેમ કેઃ

ક્યાંઃ

  • Put the sandwich in a frying pan.

કેટલાં સમય સુધી:

  • Heat it on one side for two minutes.

કઈ રીતે:

  • Then flip it quickly.

4. સૂચનને અનુરૂપ બનાવવા માટે હું કયા શબ્દો અથવા શબ્દસમૂહોનો ઉપયોગ કરી શકું છું?

તમે નીચેનામાંથી કોઈપણ એકનો ઉપયોગ કરીને સૂચનનો પછીનો તબક્કો શરૂ કરી શકો છોઃ

  • Next, great some cheese and cover one slice with all the cheese, then put the other slice on top.
  • After that, enjoy! 

How do I give instructions?

4 Questions

Put the words in the correct order.
શબ્દોને સાચા ક્રમમાં મૂકો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Come and tell us on our Facebook group and teach us how to make your favorite dish!
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને અમને શીખવો કે તમે પોતાનું મનપસંદ વાનગી કઈ રીતે બનાવશો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Vocabulário desta lição

  • A slice of bread
    પાઉંરોટીની કાતરી

    A frying pan
    પેણી

    To take
    લેવું

    To spread (butter)
    ચોપડવું (માખણ)

    To great (cheese)
    છીણી પર ઘસવું (ચીઝ)

    To cover
    ઢાંકી દેવું

    To put
    નાંખવું

    To heat
    ગરમ કરવું

    To cook
    રાંધવું