1

Unidade 1: Essential English Conversation

Selecione a unidade desejada

 1. 1 Essential English Conversation

Lição 2

Listen to find out how to talk about where you come from.
સાંભળો તમે કેવી રીતે અંગ્રેજીમાં કહેશો કે ક્યાંથી છો?

Pontos alcançados nesta lição

0 / 3

 • 0 / 3
  Atividade 1

Atividade 1

નવા લોકોને મળવું

તમે કયાંથી છો?

Listen to find out how to talk about where you come from.
જણો, તમે કેવી રીતે કહેશો કે ક્યાંથી આવો છો?

Listen to the audio and take the quiz.
ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર

હેલ્લો અને વેલકમ..બીબીસી ના Essential English Conversationમાં તમારું સ્વાગત છે. હું છું રીષી...

હવે તમે પહેલાં નીચેનો સંવાદ સાંભળો જેમાં બે વ્યક્તિઓ એકબીજાને તેઓ ક્યાંથી છે તેના વિશે પ્રશ્નો પૂછી રહી છે.

Lauren
Hi David, Where are you from?

David
I’m from London. How about you?

Lauren
I’m from Manchester.

લોરેન ડેવિડને પૂછે છે ‘Where are you from?.’ ‘તમે ક્યાંથી છો?’ અથવા ‘ક્યાંથી આવો છો?’ તે પૂછવા માટે અંગ્રેજીમાં ‘Where are you from? કહેવાય છે.

પ્રેઝન્ટર

શરૂઆતમાં થોડું અઘરૂં લાગશે. પણ અભ્યાસ કરવાથી તમે શીખી જશો.

પહેલાં લોરેન ડેવિડને પૂછે છે, ‘where are you from?’. વાક્યને સાંભળો અને બોલવાનો પ્રયાસ કરો.

Where are you from? 

પ્રેઝન્ટર

ડેવિડ લોરેનને કહે છે ‘I’m from London.’ ગુજરાતીમાં ‘હું લંડનથી છું’ અથવા ‘લંડનથી આવું છું’. મિત્રો, ડેવિડે લોરેનને પોતાના શહેરનું નામ જણાવ્યું છે.

ડેવિડની જેમ તમે પણ ‘I’m from.... કહીને શહેરની સાથે-સાથે દેશ, ગામ અને વિસ્તારનું નામ પણ સામેની વ્યકિતને જણાવી શકો છો.

I’m from London.

I’m from England

I’m from Australia

હવે સાંભળો અલગ-અલગ વિસ્તારોને અંગ્રેજીમાં કઈ રીતે બોલશો?

શહેરને “city” અને ગ્રામ્ય વિસ્તારને “countryside” કહેવામાં આવે છે.

દરિયાઈ વિસ્તારને ‘coast’ અને પર્વતોને ‘mountains’ કહેવાય છે.

તમે ક્યાંથી આવો છો? એ સામેની વ્યકિતને અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? ચાલો, થોડા ઉદાહરણો સાંભળીએ.......

I’m from the city

I’m from the countryside

I’m from the coast

I’m from the mountains

પ્રેઝન્ટર

જવાબ આપ્યાં બાદ ડેવિડ પણ લોરેનને એજ સવાલ પૂછે છે અને કહે છે ‘how about you’ એટલે કે ‘તમે પણ જણાવો ક્યાંથી છો?’

જો તમે બીજા વ્યકિતએ પૂછેલો સવાલ એને જ કરવા માંગતા હોવ તો અંગ્રેજીમાં કહેશો ‘how about you’.

એજ સવાલ ‘and you?’ કહીને પણ પૂછી શકાય. વાક્યને સાંભળો અને પછી બોલો. ગુજરાતીમાં ‘and you?’ નો અર્થ થશે ‘અને તમે?’

How about you? 

and you?

પ્રેઝન્ટર

લોરેન માન્ચેસ્ટરથી છે. એ ડેવિડના પ્રશ્નનો જવાબ કઈ રીતે આપશે? એની ગેસ?

તે કહેશે ‘I’m from Manchester.’ એટલે કે ‘હું માન્ચેસ્ટર થી આવું છું.’

I’m from Manchester.

પ્રેઝન્ટર

માર્ક અને ક્લેર મિત્રોને પોતાના શહેર અને વિસ્તાર વિશે જણાવી રહ્યાં છે. બંનેને સાંભળો.

Hi Mark, Where are you from?

I’m from Liverpool. How about you?

I’m from Birmingham.

Hi Claire, where are you from?

I’m from London. and you?

I’m from Brighton.

પ્રેઝન્ટર

હવે સાંભળો કે તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે તે ક્યાંથી છે? તમને દરેક વાક્ય બે વખત સંભળાશે.

Hi David, Where are you from? 

I’m from London. 

How about you? 

I’m from Manchester. 

પ્રેઝન્ટર

Great! હવે એક નાનકડો ટેસ્ટ કરીએ. જોઈએ તમને કેટલું યાદ છે? ગુજરાતી વાક્યોને અંગેજીમાં બોલો.

હાય ડેવિડ.. તમે કયાંથી છો.?

Hi David, Where are you from?

હું લંડનથી છું.

I’m from London.

અને તમે?

How about you?

હું મેન્ચેસ્ટરથી છું.

I’m from Manchester.

પ્રેઝન્ટર

ગુડ.....તો અંગ્રેજીમાં તમે શીખ્યાં કઇ રીતે કહેવું કે તમે ક્યાંથી છો? હવે લોરેન સાથે વાત કરી અભ્યાસ કરો.

Hi, where are you from?

I’m from Manchester.

પ્રેઝન્ટર
Great….શું તમે સાચા જવાબ આપ્યો? જરા આ સંવાદ સાંભળી તપાસી જુઓ.

Lauren

Hi David, Where are you from?

David

I’m from London. How about you?

Lauren

I’m from Manchester.

પ્રેઝન્ટર

વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં કહી શકો છો કે તમે ક્યાંથી આવો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં ...ત્યાં સુધી BYE...BYE..!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

Where are you from?

3 Questions

નીચેના સવાલોનો સાચો જવાબ આપો
Choose the correct answer.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Vocabulário desta lição

 • where are you from?
  તમે ક્યાંથી છો? 

  I’m from_____.
  હું______થી છું.

  I’m from the_____.
  હું_____વિસ્તારથી આવું છું.

  how about you?
  તમે પણ જણાવો ક્યાંથી છો?

  city
  શહેર

  countryside
  ગ્રામ્ય વિસ્તાર 

  coast
  દરિયાઈ વિસ્તાર

  mountains
  પર્વતો