1

Unidade 1: Essential English Conversation

Selecione a unidade desejada

 1. 1 Essential English Conversation

Lição 18

Listen to find out how to buy food at the market.
તમે બજારમાં વાનગીઓ કેવી રીતે ખરીદશો? જાણવા માટે સાંભળો. 

Pontos alcançados nesta lição

0 / 3

 • 0 / 3
  Atividade 1

Atividade 1

At the market

બજારમાં

Listen to find out how to buy food at the market.
તમે બજારમાં વાનગીઓ કેવી રીતે ખરીદશો? જાણવા માટે સાંભળો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Mostre a transcrição Oculte a transcrição

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી...અને આજે આપણે વાત કરીશું કે તમે જ્યારે બજારમાં ખરીદી કરવાં જાવ તો અંગ્રેજીમાં શું કહેશો.
મિત્રો, પહેલાં તમે સાંભળો લીઝાને જે બજારમાં બટાકા ખરીદી રહી છે.

Dan
How can I help you?

Lisa
Hi, can I have a kilo of potatoes?

Dan
Here you are. That’s £1.00.

પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં સ્ટોલ ધારક ડેન લીઝાને પૂછે છે, ‘How can I help you?’ એટલે ‘હું તમારી કઈ રીતે મદદ કરી શકું?’ આ પ્રશ્ન મોટાભાગે દુકાનો, રેસ્ટોરાં અને માર્કેટના લોકો દ્વારા પૂછવામાં આવે છે, જેથી ખબર પડે કે તમને શું જોઈએ છે. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

How can I help you?

પ્રેઝન્ટર
લીઝા ડેનને જણાવે છે કે એને એક કિલો બટાકા જોઈએ છે. મિત્રો, અંગ્રેજીમાં કિલોને ‘kilo’ જ કહીશું જ્યારે બટાકાને કહીશું ‘potatoes.’ વાક્યને સાંભળો અને બોલો.
Hi, can I have a kilo of potatoes?

પ્રેઝન્ટર
તમે શાકભાજી જેમ કે ‘onions’ એટલે કાંદા અથવા ટામેટાં જેને અંગ્રેજીમાં ‘tomatoes’ કહે છે, તે પણ માંગી શકો છો. શાકભાજીને અંગ્રેજીમાં ‘vegetables’ કહેવામાં આવે છે. વાક્યને સાંભળો અને બોલો.
Can I have a kilo of onions?

Can I have a kilo of tomatoes?

પ્રેઝન્ટર
મિત્રો, તમે ફળ કે જેને અંગ્રેજીમાં ‘fruit’ કહેવામાં આવે છે તે પણ સ્ટોલ ધારક પાસે માંગી શકો છો, જેમ કે ‘orange’ એટલે નારંગી અને કેળાં જેને અંગ્રેજીમાં કહેવાય છે ‘bananas.’ વાક્યને સાંભળો અને બોલો.

Can I have a kilo of oranges?

Can I have two kilos of bananas?

પ્રેઝન્ટર
તમે ચોખા એટલે કે ‘rice’ અથવા ‘flour’ એટલે કે લોટ પણ માંગી શકો છો. વાક્યને સાંભળીને અભ્યાસ કરો.
Can I have a kilo of rice?

Can I have a kilo of flour?

પ્રેઝન્ટર
બટાકા વજન કર્યા બાદ સ્ટોલ ધારક કહે છે ‘here you are.’ આનો અર્થ થયો કે આ લો તમારી વસ્તુ. સામેની વ્યક્તિને કોઈ વસ્તુ આપતી વખતે આપણે આ વાક્ય કહીએ છે. વાક્યને સાંભળો અને બોલો.

Here you are.

પ્રેઝન્ટર
બટાકા આપ્યા બાદ સ્ટોલ-ધારક ડેન લીઝાને કહે છે કે એક કિલો બટાકાનાં થયાં એક પાઉન્ડ.

That’s £1.00

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને પોતાની મનપસંદ વાનગી ખરીદી કરતાં સાંભળીએ.
જસ્ટીન ‘lamb’ ની ખરીદી કરી રહ્યો છે. મિત્રો, ‘lamb’ નો અર્થ થાય છે ઘેટાનું માંસ.

How can I help you?

Hi, can I have two kilos of lamb?

Here you are. That’s £15.00


How can I help you?

Hi, can I have a kilo of peppers?

Here you are. That’s £2.50

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજીનાં વાક્યોને સાંભળો અને બોલો.

How can I help you?

Can I have a kilo of potatoes?

Here you are.

That’s £1.00

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

હું કેવી રીતે તમારી મદદ કરી શકું?
How can I help you?

શું મને એક કિલો બટાકા મળી શકે?
Can I have a kilo of potatoes?

આ લો તમારી વસ્તુ
Here you are.

આના થયા એક પાઉન્ડ
That’s £1.00

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમને ખબર છે કે કેવી રીતે અંગ્રેજીમાં કેવી રીતે બજારમાં વસ્તુઓ ખરીદવી. હવે સ્ટોધારક ડેન સાથે વાત કરીને અભ્યાસ કરો.
How can I help you?

Here you are. That’s £1.00

પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Dan
How can I help you?

Lisa
Hi, can I have a kilo of potatoes?

Dan
Here you are. That’s £1.00.

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે રેસ્ટોરાંમાં ઓર્ડર કરી શકો છો અને બજારથી વસ્તુઓ ખરીદી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

At the market

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Parabéns! Você completou o exercício.
Excellent! Excelente! Bad luck! Você acertou:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Vocabulário desta lição

 • How can I help you?
  હું કઈ રીતે તમારી મદદ કરી શકું?

  Hi, can I have a kilo of potatoes?
  હાય, શું મને 1 કિલો બટાકા આપશો?

  Here you are. Anything else?
  આ રહી તમારી વસ્તુઓ. બીજું કઈ જોઈએ છે?

  Yes, can I have a kilo of ______ as well?
  હા, શું મને 1 કિલો ______ પણ મળી શકે?

  Here you are. That’s £15.00 altogether.
  આ રહી તમારી વસ્તુઓ. તમારા કુલ થયાં 15 પાઉન્ડ.

  That’s expensive!
  આ તો બહુ મોંઘુ છે!

  That’s cheap!
  આ બહુ સસ્તું છે!

  fish
  માછલી

  chicken
  પાળેલી મરઘી અથવા મરઘાનું માંસ

  lamb
  ઘેટાનું માંસ

  peppers
  મરી

  potatoes
  બટાકા

  bananas
  કેળા