Session 5

Listen to find out how to use 'there is' and 'there are' in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં 'there is' અને 'there are' નો ઉપયોગ કઈ રીતે ક્યાં અને કઈ રીતે કરશો.

 

Session 5 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

How do I talk about what food is in my kitchen?

Sessions Vocabulary માં જુઓ કે આ શબ્દોનો અર્થ શું થાય છે. અર્થ જાણ્યાં બાદ નક્કી કરો કે કઈ વસ્તુ ગણી શકાય છે અને કઈ નહીં.

a pepper

an onion

cheese

milk

eggs

tomatoes

carrots

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!

Sam
Hello! Hope you're well, everyone!

પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે જાણીશું કે તમે ‘there is’ અને ‘there are’ નો ઉપયોગ કઈ રીતે કરશો. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સૌથી પહેલાં તમે લેવિસને સાંભળો, જે જણાવી રહ્યો છે કે એના રેફ્રિજરેટરમાં કઈ-કઈ વસ્તુઓ છે. સાંભળો અને નક્કી કરો કે લેવિસ બપોરનાં ભોજન માટે શું બનાવી શકે છે. તમારી મદદ માટે શબ્દો છે ‘a pepper’ એટલે મરચું ‘an onion’ એટલે કાંદા, ‘cheese’ એટલે કે ચીઝ, ‘milk’ એટલે કે દુઘ, ‘eggs’ એટલે કે ઇંડા, ‘tomatoes’ એટલે કે ટામેટું અને‘carrots’ એટલે કે ગાજર.

Lewis
‘There's a pepper and there's an onion. There's some cheese but there isn't any milk. There are some eggs and some tomatoes, but there aren't any carrots.’

પ્રેઝન્ટર
તો લેવિસ પાસે મરચું, કાંદા, ચીઝ, થોડાં ઇંડા અને ટમેટું છે.

Sam
Mmmmh, maybe an omelette? What do you think?

પ્રેઝન્ટર
Yes! Omelette એટલે ઈંડાનો પૂડલો. મિત્રો, પોતાના રેફ્રિજરેટરમાં શું છે અને શું નથી તે જણાવવા માટે લેવિસે જે શબ્દસમૂહનો ઉપયોગ કરે છે, તે વિશે ચર્ચા કરીએ. લેવિસ ‘a pepper’ અને ‘an onion’ પહેલાં શું કહે છે? જાણવા માટે સાંભળો.

Lewis
‘There's a pepper and there's an onion.

પ્રેઝન્ટર
તો મિત્રો, લેવિસ ‘there’s’ નો ઉપયોગ કરે છે. ગુજરાતીમાં ‘there’s’ નો અર્થ થાય છે અહીં છે. ‘There’s’ શબ્દનો એકવચન અને ગણત શકાય એવી સંજ્ઞાઓ જેમ કે ‘a pepper’ અને ‘an onion’ પહેલાં ઉપયોગ કરો. ‘There’s’ શબ્દ એ બે શબ્દોથી બને છે ‘there’ અને ‘is’, પણ બોલતી વખતે બન્ને એક જ શબ્દ તરીકે સંભળાય છે. Don’t they?

Sam
Yes, so let's practise this together. Please repeat after me:

‘There's…’

‘There's a…’

‘There's a pepper.’

‘There's an onion.’

પ્રેઝન્ટર
Great! હવે તમે લેવિસનાં બીજા વાક્યનો સાંભળો. શું ‘there’s’ બદલાય છે?

Lewis
‘There's some cheese but there isn't any milk.’

પ્રેઝન્ટર
આ વખતે પણ લેવિસ ‘there’s’ નો ઉપયોગ કરે છે. તે ‘there’s’ પછી ‘some’ અને ‘cheese’ નો ઉપયોગ કરે છે. ‘Some’ એટલે થોડું. અહીં ‘some’ નો એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કારણકે ‘cheese’ ગણી શકાય નહીં એવી સંજ્ઞા છે.

Sam
So we can't say 'a', like with 'a pepper' or 'an onion', and when you pronounce 'some' you usually say it very quickly. Let's practise together – repeat after me.

‘some’

‘some cheese’

‘There’s some cheese.’

પ્રેઝન્ટર
આના બાદ લેવિસ કહે છે કે રેફ્રિજરેટરમાં દુધ નથી. તે ‘isn’t’ પછી અંગ્રેજી શબ્દ ‘any’ નો ઉપયોગ કરે છે કારણકે દુધ પણ ગણી શકાય નહીં એવી સંજ્ઞા છે.

Sam
Exactly! Let's practise that – repeat after me:

‘There isn't…’

‘There isn't any…’

‘There isn't any milk.’

પ્રેઝન્ટર
અને હવે લેવિસનો છેલ્લો વાક્ય. શું તે એકવચન છે કે પછી બહુવચન?

Lewis
‘There are some eggs and some tomatoes, but there aren't any carrots.’

પ્રેઝન્ટર
મિત્રો, શું તમે નોંધ્યું કે 'Eggs', 'tomatoes' અને 'carrots' ગણી શકાય એવી વસ્તુઓ છે અને બહુવચન છે, જેના કારણે વ્યાકરણ બદલાઈ જાય છે.

Sam
Yes, we change 'is' to 'are', but we still use ‘some' and 'any'. Let's practise:

‘There are some eggs.’

‘There are some tomatoes.’

‘There aren't any carrots.’

પ્રેઝન્ટર
Thanks, Sam. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કલ્પનાં કરો કે તમારા રેફ્રિજરેટરમાં એક ઇંડું છે. તો તમે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.

Sam
There's an egg.

પ્રેઝન્ટર
Did you say the same as Sam? હવે તમે કહો કે 'onions' એટલે કે કાંદા નથી. યાદ રહે કે તમે કાંદાને ગણી શકો છો. જવાબ આપતી વખતે 'there isn't any' અથવા 'there aren't any' નો ઉપયોગ કરો. સેમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sam
There aren't any onions.

પ્રેઝન્ટર
Did you say the same? Well done! હવે તમે કહો કે તમારી પાસે થોડું milk એટલે કે દુધ છે. દુધને ગણી શકાય નહીં અને એટલા માટે જવાબ આપતી વખતે 'a' અથવા 'some' નો ઉપયોગ કરો.

Sam
There's some milk.

પ્રેઝન્ટર
Well done! And finally, we should say Sam – can we only use these phrases to describe what’s in our fridge?

Sam 
No, absolutely not! You can use them to talk about what's in your town or city, what's in your room, even what's in your bag! So practise today!

પ્રેઝન્ટર
Join us next week for more How do I…. Bye, everyone.

Sam 
Bye, bye!

Learn more

1) હું 'there is' અને 'there are' નો ઉપયોગ કઈ રીતે કરું?

તમે 'there' અને ક્રિયાપદ 'be' ની સાથે સંજ્ઞાનો ઉપયોગ કરો. એકવચન સંજ્ઞાઓ, પછી ભલે તે ગણી શકાય અથવા ન ગણી શકાય, તે માટે 'is' નો ઉપયોગ કરીશું. અને બહુવચન સંજ્ઞાઓ જે ગણી શકાય તે માટે 'are' નો ઉપયોગ કરો.

  • There's a pepper in the fridge. (pepper = એકવચન, સંજ્ઞા જે ગણી શકાય)
  • There's some cheese in the fridge. (cheese = સંજ્ઞા જે ગણી ન શકાય)
  • There are four tomatoes in the fridge. (tomatoes = બહુવચન, સંજ્ઞા જે ગણી શકાય)

2) હું અંગ્રેજી શબ્દ 'some' નો ઉપયોગ કઈ રીતે કરું?

'Some' નો ઉપયોગ અચોક્કસ જથ્થા માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ બહુવચન, ગણી શકાય તેવી સંજ્ઞાઓ સાથે થઈ શકે છે. જ્યારે તમારી પાસે એકથી વધુ વસ્તુઓ હોય અને તમે આંકડો જણાવતાં ન હોવ ત્યારે તે વિશે જણાવવા માટે 'some' નો ઉપયોગ કરો. આ કિસ્સામાં, 'there are' નો ઉપયોગ કરો.

  • There are some tomatoes in the fridge.

ગણી ન શકાય તેવા સંજ્ઞાઓ સાથે પણ ઉપયોગ કરી શકાય. અહીં તમારે 'there's' નો ઉપયોગ કરવાનો છે.

  • There's some cheese in the fridge.

3) અને નકારાત્મક વાક્યો માટે?

જો કોઈ વસ્તુ ગેરહાજર હોય અને તમે એને વિપરીત રીતે વ્યક્ત કરવા માંગતા હોવ તો વાક્યને નકારાત્મક બનાવો. નકારાત્મક બનાવવા માટે ક્રિયાપદ 'be' પછી 'not' ઉમેરો અને સાથેે-સાથે સંજ્ઞા પહેલાં 'any' નો ઉપયોગ કરો.

  • There isn't a pepper in the fridge. (pepper = એકવચન, સંજ્ઞા જે ગણી શકાય)
  • There isn't any cheese in the fridge. (cheese = સંજ્ઞા જે ગણી ન શકાય)
  • There aren't any tomatoes in the fridge. (tomatoes = બહુવચન, સંજ્ઞા જે ગણી શકાય)

4) હું અંગ્રેજી શબ્દ 'any' નો ઉપયોગ કઈ રીતે કરું?

નકારાત્મક વાક્યો જેમાં 'not' અને ગણી શકાય એવા બહુવચન સંજ્ઞાઓ હોય, ત્યાં 'any' નો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાક્યોની સાથે-સાથે 'there aren't' નો ઉપયોગ કરો.

  • There aren't any tomatoes in the fridge.

ગણી ન શકાય તેવા સંજ્ઞાઓ સાથે પણ ઉપયોગ કરી શકાય. અહીં તમારે 'there isn't' નો ઉપયોગ કરવાનો છે.

  • There isn't any cheese in the fridge.

How do I talk about what food is in my kitchen?

4 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Come to our Facebook group to tell us what's in your fridge, town, room or bag!
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો કે તમારા રેફ્રિજરેટર, નગર, ઓરડા અને બેગમાં શું છે.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • in the fridge
    રેફ્રિજરેટરની અંદર 

    a pepper
    મરચું

    an onion
    કાંદા

    cheese
    ચીઝ

    milk
    દુધ

    eggs
    ઇંડા

    tomatoes
    ટમેટાં

    carrots
    ગાજરો

    an omelette
    ઈંડાનો પૂડલો