Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 37

Listen to find out how to give someone a compliment in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કોઈ વ્યક્તિની પ્રશંસા કઈ રીતે કરશો.

Session 37 score

0 / 4

  • 0 / 4
    Activity 1

Activity 1

How do I compliment someone?

તમે ક્યારે લોકોનું પ્રશંસા કરો છો?
લોકો ક્યારે તમારી પ્રશંસા કરે છે?

સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કોઈ વ્યક્તિની પ્રશંસા કઈ રીતે કરશો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ટોમ. હલ્લો ટોમ...વેલકમ!

Tom
Welcome, everyone!

પ્રેઝન્ટર
મિત્રો, આજે આપણે જણીશું કે તમે અંગ્રેજીમાં કોઈની પ્રશંસા કઈ રીતે કરશો.

Tom
Ah, you're so good at that – you always know what to say!

પ્રેઝન્ટર
Thank you Tom!  મિત્રો, હવે તમે ડેન અને જાઈંગને સાંભળો. જાઈંગએ શું કર્યું છે? અને ડેન તે વિશે શું વિચારે છે?

Insert
Hi Dan! Nice to see you.
Hello Jiaying! I really enjoyed your presentation today. You were great.
Thank you! You're so good at asking useful questions.
You look really nice, by the way. I like your new haircut!
Thanks, Dan! And that jacket really suits you. It's a good colour on you.

પ્રેઝન્ટર
તો મિત્રો, જાઈંગે હાલમાં જ એક ‘presentation’ આપ્યું છે અને ડેનને તે ઘણું પસંદ પડયું છે. ગુજરાતીમાં ‘presentation’ ને કહીશું પ્રસ્તુતીકરણ. હવે ડેનને સાંભળો અને જાણો કે તેણે શું કહ્યું.

Insert
Hello Jiaying! I really enjoyed your presentation today. You were great.

પ્રેઝન્ટર
પ્રશંસા કરવાની એક સરળ રીત છે વિશેષણ ‘great’ નો ઉપયોગ કરવો.

Tom
You notice that we use it with the verb 'to be' in the appropriate tense. Dan used 'great' but you can use other positive adjectives like fantastic, brilliant or amazing. Listen and repeat:

You were fantastic!

You were brilliant!

You were amazing!

પ્રેઝન્ટર
મિત્રો, આ બહુ સામાન્ય પ્રશંસા હતી. હવે ચોક્કસ પ્રશંસા સાંભળો. જાઈંગ કેમ ડેનની પ્રશંસા કરે છે?

Insert
You're so good at asking useful questions.

પ્રેઝન્ટર
ડેન જે પ્રશ્નો પૂછયાં તે બદલ જાઈંગ તેનો આભાર માને છે.

Tom
Pay attention to the sentence stress  - 'so' is strongly stressed. Listen and repeat:

You're so good at asking questions.

You're so good at listening.

You're so good at explaining things.

પ્રેઝન્ટર
હવે બીજી ક્લિપ સાંભળો. આ વખતે પ્રશંસા કરવાનું કારણ અલગ છે.

Insert
You look really nice, by the way. I like your new haircut!

પ્રેઝન્ટર
આ વખતે ડેન બીજા કારણોસર જાઈંગની પ્રશંસા કરે છે. તે જાઈંગના દેખાવની પ્રશંસા કરી રહ્યો છે.

Tom
'You look really nice' is a general compliment and then we can use 'I like your…' to comment on something specific.

પ્રેઝન્ટર
જાઈંગ તે બાદ ડેનનાં જેકેટની પ્રશંસા કરે છે અને કહે છે તેને જેકેટ પસંદ છે. મિત્રો, હવે ફરીથી સાંભળો અને જાણો કે જાઈંગ કઈ ક્રિયાપદનો ઉપયોગ કરે છે?

Insert
Thanks, Dan! And that jacket really suits you. It's a good colour on you.

પ્રેઝન્ટર
તે ક્રિયાપદ 'suits' નો ઉપયોગ કરે છે. ગુજરાતીમાં 'suits' નો અર્થ થાય છે શોભે છે. તે કહે છે 'That jacket really suits you'. કોઈ ઉપર કંઈક સારું લાગી રહ્યું છે તે વિશે જણાવવા માટે ‘suit’ નો ઉપયોગ કરો.

Tom
When Jiaying said 'It's a good colour on you' it meant the same thing – it means that it is a suitable colour for them to wear.

પ્રેઝન્ટર
Right. મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કલ્પનાં કરો કે તમને કોઈએ ભેટ આપ્યું છે. હવે ભેટ આપવા બદલ સામેની વ્યક્તિની પ્રશંસા કરો. ટોમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Tom
You were great!

પ્રેઝન્ટર
સરસ. હવે તેમને કહો કે તેઓ વસ્તુઓ બહુ સારી રીતે સમજાવે છે.

Tom
You're so good at explaining things!

પ્રેઝન્ટર
હવે કહો કે તેઓ બહુ સારા દેખાઈ રહ્યાં છે અને તમને એમનું સુટ પસંદ છે.

Tom
You look really nice, by the way. I like your suit!

પ્રેઝન્ટર
હવે જણાવો કે શર્ટ તેમના ઉપર સારો લાગે છે. એ પણ જણાવો કે તેમણે યોગ્ય રંગ પસંદ કર્યો છે. પોતાનો જવાબ ટોમ સાથે સરખાવો.

Tom
That shirt really suits you. It's a good colour on you.

પ્રેઝન્ટર
એકદમ બરાબર! તો હવે તમને ખબર છે કે કોઈની પ્રશંસા કઈ રીતે કરવું. I'll be expecting to hear a few more from you!

Tom
Your timing is great! You're so good at knowing when to end the programme.

પ્રેઝન્ટર
મિત્રો, હવે રજા લઈશું. Join us next week to hear more from How Do I! I think listening to this programme really suits you!

Learn more

1. Be great / fantastic / brilliant

કોઈની સામાન્ય પ્રશંસા કરવા માટે તમે નીચેમાંથી કોઈ પણ એક વિશેષણનો ઉપયોગ કરી શકો છો. વિશેષણનો ઉપયોગ ક્રિયાપદ 'to be' ની સાથે ઉપયોગ કરીશું.

  • You were great!
  • You are fantastic!

2. be so good at something

જો તમને કોઈ ચોક્કસ વાત માટે પ્રશંસા કરવી હોય તો વિશેષણ પહેલાં 'at' નો ઉપયોગ કરો. વિશેષણને વધુ મજબૂત બનાવવા માટે 'so' નો ઉપયોગ કરો, જે વિશેષણની આગળ આવશે.

  • You're so good at asking questions.
  • You're so good at listening.
  • You're so good at explaining things.

3. look really nice

વ્યક્તિનાં દેખાવની પ્રશંસા કરવા માટે સામાન્યતઃ 'you like really nice' નો ઉપયોગ કરવામાં આવે છે. વ્યક્તિનાં દેખાવનાં કોઈ ખાસ પાસાનું, દાખલા તરીકે વાળ અથવા કપડાં, નું પ્રશંસા કરવા માટે તમે 'like' નો ઉપયોગ કરો.

  • You look really nice, by the way. I like your new haircut!
  • She looks really nice, by the way. I like her top!
  • He looks really nice, by the way. I like his shoes!

4. suits you

'Suits you' નો ઉપયોગ એ જણાવવા માટે થાય છે કે કંઈક વ્યક્તિ ઉપર શોભી રહ્યું છે અને તે વ્યક્તિ સારો લાગે છે. તમે એમ પણ કહી શકો કે વિવિધ કાપડ અથવા રંગ કોઈની ઉપર 'good on' છે.

  • That jacket really suits you. It's a good colour on you.
  • Those trousers really suit you. Blue is a good colour on you.

How do I compliment someone

4 Questions

Choose the correct answer.
સાચો વિકલ્પ પસંદ કરો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

What's the nicest compliment you have ever received? How easy is it for you to give compliments? Come and tell us on our Facebook group.
તમારી સૌથી સારી પ્રશંસા ક્યારે થઈ હતી? તમારા માટે કોઈની પ્રશંસા કરવું કેટલું સરળ છે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • presentation
    પ્રસ્તુતિ

    questions
    પ્રશ્નો

    haircut
    વાળ કાપવા

    jacket
    ટૂંકો કોટ, જાકીટ