Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 30

Listen to find out how to interrupt people.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે કોઈને કઈ રીતે વચમાં અટકાવવશો.

Session 30 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I interrupt people?

કયો વાક્ય વધુ વિન્રમ છે?

  1. Please let me speak.
  2. Excuse me, can I just jump in?

જણ્વા માટે સાંભળો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ટોમ. હેલ્લો ટોમ...વેલકમ!

Tom
Hi everyone! Welcome to today’s episode.

પ્રેઝન્ટર
આજે ચર્ચાની શરૂઆત કરીશું ત્રણ લોકોને સાંભળીને. સાંભળો અને નક્કી કરો કે ત્રણેય સંવાદમાં સમાન્ય શું છે?

A)    …and it's important that we make sure…
B)    Excuse me, sorry to interrupt! Can I just come in here? 

A)    …and it's important that we make sure…
B)    Sorry, can I just jump in here?

A)    …and it's important that we make sure…
B)    Apologies for interrupting. May I just add something? 

પ્રેઝન્ટર
તો મિત્રો, તમે કેટલું સમજી શક્યા? ત્રણેય સંવાદમાં બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિને વાત કરતી વખતે ‘interrupt’ એટલે કે વચમાં અટકાવે છે. So, Tom, shall we look at the language that people use when they want to interrupt?

Tom
Good idea! Let's listen to how each speaker begins.

Insert
Excuse me, sorry to interrupt!
Sorry,
Apologies for interrupting.

Tom
Did you get it? All of the speakers begin with an apology. They all say sorry!

પ્રેઝન્ટર
સંવાદ કરતી વખતે કોઈને વચમાં અટકાવવું એ વિન્રમ રીત નથી અને એટલાં માટે માફી માંગીને વાક્યની શરૂઆત કરવી એ સારું ગણાય છે.

Tom
That’s right. After we say ‘sorry’, we can use a verb with ‘to’. That’s why we say ‘sorry to interrupt’. Let's practise the pronunciation of this. The ‘to’ is not stressed. Repeat after me.

Interrupt

To interrupt

Sorry to interrupt!

પ્રેઝન્ટર
અને ‘apologise’ બાદ શબ્દયોગી અવ્યય ‘for’ આવશે અને ક્રિયાપદ જે –ing થી પૂર્ણ થતું હોય. Can you hear the –ing form of ‘interrupt’ in this line?

Insert
Apologies for interrupting.

પ્રેઝન્ટર
Tom, can you explain the other way we can make our interruptions more polite?

Tom
Of course! Let’s listen to the speakers again. What’s similar about these sentences?

Insert
Can I just come in here?
Can I just jump in here?
May I just add something?

Tom
Did you get it? They are all questions!

પ્રેઝન્ટર
ત્રણેય પ્રશ્નમાં, વક્તાં વચમાં બોલવા માટે પરવનાગી માંગી રહ્યો છે. પરવાનગી માંગવું એ સારા સંવાદનું એક પાસું છે. પરવાનગી માટે ‘request’ એટલે કે વિનંતી કરતી વખતે તમે આનો ઉપયોગ કરી શકો છો.

Tom
That’s correct. We use ‘may I’ and ‘can I’ to make polite requests. The speakers ask permission to interrupt. They don’t repeat the word ‘interrupt’. They use different expressions. What are they?

Insert
Can I just come in here?
Can I just jump in here?
May I just add something?

પ્રેઝન્ટર
ત્રણેય કહ્યું ‘come in here’, ‘jump in here’ અને ‘add something’. આ બધા ‘interrupt’ નાં અનૌપચારિક વિકલ્પો છે. ત્રણેય ક્રિયાવિશેષણ અવ્યય ‘just’ નો પણ ઉપયોગ કરે છે. વિનંતીને વધુ વિન્રમ બનાવવા માટે ‘just’ નો ઉપયોગ કરવામાં આવ્યું છે. Tom, can you demonstrate the pronunciation, please?

Tom
Yes! Note that the pronunciation of ‘can’ changes when we use it in a question. Let’s practise together. Repeat after me.

Can I

Can I just

Can I just jump in here?

Sorry, can I just jump in here?

પ્રેઝન્ટર
Thanks, Tom. મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. મિત્રો, શું તમને યાદ છે કે ‘apologies for’  પછી કયો ક્રિયાપદ આવે છે? હવે તમે ‘apologies for’ નો ઉપયોગ કરીને સામેની વ્યક્તિને વચમાં અટકાવો. તમારી મદદ માટે અભિવ્યક્તિ છે ‘add something’.

Tom
Apologies for interrupting! May I just add something?

or

Apologies for interrupting! Can I just add something?

પ્રેઝન્ટર
Great! હવે ‘jump in’ નો ઉપયોગ કરવાનું છે. શું તમને યાદ છે કે કોઈને વિન્રમ રીતે વચમાં અટકાવવું હોય તો કયા ક્રિયાવિશેષણ અવ્યયનો ઉપયોગ કરવો? પોતાનો જવાબ ટોમ સાથે સરખાવો.

Tom
Sorry, can I just jump in here?

or,

Sorry, may I just jump in here?

પ્રેઝન્ટર
Excellent! Now you know how to interrupt someone politely. You can practise this with lots of different people…

Tom
Excuse me, sorry to interrupt, can I just jump in here? We are out of time! So we’ll have to say goodbye. Goodbye everyone!

પ્રેઝન્ટર
Oh! Thanks for telling me! That's the end of the programme for today, but please join us for another episode of How do I… Bye!

Learn more

1. હું કોઈને વચમાં કઈ રીતે અટકાવી શકું?

આમાન્યતઃ માફી માંગીને તમે શરૂઆત કરો. કારણકે કોઈને વચમાં અટકાવવું એ વિન્રમ સંવાદ નથી. કોીને વચમાં અટકાવવું હોય તો નીચેની અભિવ્યક્તિઓનો ઉપયોગ કરોઃ

  • Sorry
  • Excuse me
  • Apologies [for interrupting]

'Apologies for' કહ્યા બાદ -ing પ્રકારનાં ક્રિયાપદનો ઉપયોગ કરો.

2. બાદમાં હું શું કરું?

યાદ રહે કે તમે શક્ય એટલા વિન્રમ બનો. વિન્રમ બનાવાની એક રીત છે પ્રશ્ન પૂછો. પ્રશ્ન પૂછવા માટે 'can' અથવા 'may' નો ઉપયોગ કરો. 

  • Excuse me, may I just add something?
  • Sorry, can I just add something?

3. બીજા કયા શબ્દો છે જેનો અર્થ પણ 'interrupt' જેવો જ થાય છે?

સારો પ્રશ્ન! 'Interrupt' શબ્દનો વધુ પડતો ઉપયોગ ન કરીને બીજા અભિવ્યક્તિઓનો પણ ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકેઃ

  • jump in
  • come in
  • butt in
  • add something

How do I interrupt people?

3 Questions

Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

When was the last time you interrupted someone? Come and tell us on our Facebook group.
તમે છેલ્લીવાર ક્યારે કોઈને વચમાં અટકાવ્યો હતો? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • interrupt
    વચમાં અટકાવવું

    apologies
    માફી માંગવી