Session 24

Listen to find out how to talk about your habits.
સાંભળો અને જાણો અંગ્રેજીમાં પોતાની ટેવો વિશે કઈ રીતે વાત કરશો.

Session 24 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about my habits?

Listen to find out how to talk about your habits.
સાંભળો અને જાણો અંગ્રેજીમાં પોતાની ટેવો વિશે કઈ રીતે વાત કરશો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન...હેલ્લો સેમ વેલકમ!

Sian
Hi, everybody!

પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે ચર્ચા કરીશું કે તમે પોતાની ટેવ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ચાર અલગ-અલગ વ્યક્તિઓને સાંભળો જે પોતાની ટેવ વિશે જણાવી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ચારેયમાંથી સૌથી વધુ કસરત કોણ કરે છે.

I exercise once or twice a week.’

‘I exercise every day.’

‘I never exercise.'

‘I hardly ever exercise.’

પ્રેઝન્ટર
તો મિત્રો, બીજી વ્યક્તિ કે જે એક મહિલા છે તે દરરોજ કરસરત કરે છે. So, Sian, shall we look at the language we can use to talk about habits.

Sian
Yes, so first we can see that they all used the present simple tense – so this is how we usually talk about habits.

પ્રેઝન્ટર
ટેવ અંગે વાત કરતી વખતે સામાન્ય વર્તમાનકાળનો ઉપયોગ કરીશું. કોઈ કાર્ય કેટલી વખત કરવામાં આવે છે તે વિશે જણાવવા માટે સામાન્ય વર્તમાનકાળની સાથે ‘adverb’ એટલે કે ક્રિયાવિશેષણ અવ્યયનો પણ સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે આ વ્યક્તિને સાંભળો અને જાણો કે તે કઈ ‘adverb’ નો ઉપયોગ કરે છે.

‘I never exercise.’

Sian
Ok so they use the adverb 'never' which means 'not at any time'. And the opposite of 'never is 'always' – this means 'at all times'

પ્રેઝન્ટર
મિત્રો, શું તમે નોધ્યું કે ક્રિયાવિશેષણ અવ્યય એ કર્તા અને ક્રિયાપદ વચ્ચે આવે છે? ફરીથી સાંભળો.

I never exercise’

‘I always exercise’

Sian
But can you remember the adverb that you heard to mean 'almost never'? Let's listen again to find out.

‘I hardly ever exercise.’

પ્રેઝન્ટર
જો કોઈ કાર્ય જવલ્લેજ કરતાં હોવ તો એ વિશે જણાવવા માટે 'hardly ever' નો ઉપયોગ કરવામાં આવે છે. Let's practise the pronunciation Sian.

Sian
Repeat after me.

‘hardly ever’

‘I hardly ever exercise’

પ્રેઝન્ટર
તમે બીજા ક્રિયાવિશેષણ અવ્યય 'sometimes' અને ‘often’ નો પણ ઉપયોગ કરી શકો છો. 'Sometimes' નો ગુજરાતીમાં અર્થ થાય છે ક્યારેક અને 'often' એટલે ઘણી વાર.

Sian
And they also go between the subject and the verb. Let's practise the pronunciation. Repeat after me.

‘I sometimes exercise.’

‘I often exercise.’

પ્રેઝન્ટર
We can also be more specific about the number of days we do something can't we?

Sian
Yes, so if you do something all the days of the week, you can use 'every day' but, careful, the position of this is different. Where does it go?Let's listen again.

‘I exercise every day.’

પ્રેઝન્ટર
તો સામાન્યતઃ 'every day'  એ ક્રિયાપદ પછી આવે છે પણ તમે વાક્યની શરૂઆતમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકેઃ Every day I do exercise.

Sian
But if you want to say that you do something one time or two times a week we use 'once a week' or 'twice a week'. Let's practise the pronunciation. Repeat after me.

‘once a week.’

‘twice a week.’

‘I exercise twice a week.’

પ્રેઝન્ટર
અને જો કાર્ય અઠવાડિયામાં એક અથવા બે વખતથી વધારે કરતાં હોવ તો ‘times’ સાથે આંકડો જણાવો. દાખલા તરીકે જો તમે અઠવાડિયામાં પાંચ વખત કસરત કરતાં હોવ તો અંગ્રેજીમાં કહેશો...

‘I exercise five times a week.’

પ્રેઝન્ટર
મિત્રો, પોતાની ટેવ વિશે અંગ્રેજી કઈ રીતે જણાવવું તે અંગે આજે તમે જાણ્યું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો.

તમારો મિત્ર જાણવા માંગે છે કે તમે અંગ્રેજીનો અભ્યાસ કેટલીવાર કરો છો. જો તમને કહેવું હોય કે અઠવાડિયામાં ત્રણ વખત અભ્યાસ કરું છું તો અંગ્રેજીમાં કઈ રીતે કહેશો? શાન તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Sian
I study English three times a week.

પ્રેઝન્ટર
Did you say the same? હવે તમારા મિત્ર જાણવા માંગે છે કે તમે કેટલી વખત કૉફિ પીવો છો. તમે અંગ્રેજીમાં જણાવો કે તમે ક્યારેય પણ કૉફિ પીતાં નથી. મિત્રો, જવાબ આપતી વખતે ક્રિયાવિશેષણ અવ્યયનાં ક્રમ ઉપર ખાસ ધ્યાન આપજો!

Sian
I hardly ever drink coffee.

પ્રેઝન્ટર
Did you say the same?

Sian
Well done! Hopefully you always study English with us!

પ્રેઝન્ટર
And you visit our website every day!  See you next time.

Sian
Bye, everyone! 

Learn more

1) અંગ્રેજીમાં પોતાની ટેવો વિશે વાત કરવા માટે ક્યા કાળનો ઉપયોગ કરવામાં આવે છે?

મોટાભાગે સામાન્ય વર્તમાનકાળનો ઉપયોગ કરવામાં આવે છે.

  • I eat rice every day.

2) તમે કોઈ કાર્ય કેટલી વખત કરો છો એ વિશે જો વાત કરવી હોય તો ક્યા ક્રિયાવિશેષણ અવ્યયનો ઉપયોગ કરશો?

તમે આવર્તનની ક્રિયાવિશેષણનો ઉપયોગ કરો. આ સામાન્યતઃ કર્તા અને ક્રિયાપદ વચ્ચે આવશે.

  • I never eat fast food
  • I often read in bed.
  • I hardly ever eat chocolate.

3) અઠવાડિયામાં તમે કોઈ કાર્ય કેટલી વખતે કરો છો જો એના વિશે વાત કરવી હોય તો કઈ રીતે કરશો?

જો તમે કોઈ કાર્ય દરરોજ કરો છો તો વાક્યમાં 'every day' નો ઉપયોગ કરો. આ શબ્દ વાક્યનાં અંતમાં અથવા શરૂઆતમાં આવી શકે છે.

  • I have a shower every day.

જો તમને જણાવવું હોય કે તમે કોઈ કાર્ય અઠવાડિયામાં કેટલી વખત કરો છો તો આંકડાની સાથે 'times a week' કહો.
યાદ રાખો, જો તમે એ કાર્ય અઠવાડિયામાં એક વખત કરો છો તો કહેશો 'once a week' અને બે વખત કરો છો તો કહેશો 'twice a week'. તમે અઠવાડિયાની જગ્યાએ 'month', 'year' અથવા 'day' પણ કહી શકો છો.

  • I play football once a week
  • I go to the cinema three times a month.
  • I eat out twice a month.

How do I talk about my habits?

3 Questions

Complete the gaps in these sentences.
નીચેના વાક્યોમાં ખાલી જગ્યા ભરો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Come to our Facebook group and tell us how often you study English.
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો કે તમે કેટલી વખત અંગ્રેજી ભણો છો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • always
    કાયમ

    often
    ઘણી વાર

    sometimes
    ક્યારેક

    hardly ever
    જવલ્લે જ

    never
    ક્યારેય નહીં

    once
    એક વખત

    twice
    બે વખત

    three times
    ત્રણ વખત