Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 39

Listen to find out how to tell a short story in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં ટૂંકી વાર્તા કઈ રીતે કહેશો.

Session 39 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I tell a short story?

શું તમને વાર્તા કહેવી પસંદ છે?
તમે ક્યારે વાર્તા કહો છો?

સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં ટૂંકી વાર્તા કઈ રીતે કહેશો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ટોમ. હલ્લો ટોમ...વેલકમ!

Tom
Hi everyone! Welcome to today’s programme!

પ્રેઝન્ટર
મિત્રો, આજે વાર્તા કહેવા માટે ઉપયોગી ભાષા વિશે ચર્ચા કરીશું. Tom, do you like stories?

Tom
Yeah! But only the ones that have happy endings!

પ્રેઝન્ટર
હવે જોઈએ કે તમે આ વાર્તા વિશે શું વિચારો છો. વ્યક્તિઓનું એક સમૂહ mountain એટલે કે ડુંગર ઉપર ચાલી રહ્યાં છે અને તેમનો ભેટો bear એટલે કે રીંછ સાથે થાય છે. મિત્રો, સમૂહ સાથે ચાલી રહેલાં guideએટલે કે માર્ગદર્શક તેમને શું સલાહ આપે છે? જાણ્વા માટે સાંભળો.

Insert
We were walking up the mountain, when we saw a bear. Luckily, before we started walking, our guide had given us instructions. We followed her instructions. We looked at the bear and walked away slowly. As we were walking, the bear left and went into the woods.

પ્રેઝન્ટર
તો વ્યક્તિઓનું સમૂહ શાંતિથી આગળ વધી ગયું અને રીંછ woods એટલે કે જંગલ તરફ નિકળી ગયું. ટોમ, એ સારી વાત છે કે સમૂહ પાસે એક સારો guide હતો. મિત્રો, હવે તમે વાર્તાના પ્રથમ ભાગને સાંભળો. એક ક્રિયા ચાલી રહી છે તે દરમ્યાન બીજી ક્રિયા થાય છે. એ ક્રિયા કઈ છે?

Insert
We were walking up the mountain, when we saw a bear.

Tom
The speaker walking was the action in progress. It was in progress when they saw the bear. They use the past continuous tense.

પ્રેઝન્ટર
તો મિત્રો, ચાલુ ભૂતકાળ બનાવવા માટે ‘was/were’ ની સાથે [ING સાથેના ક્રિયાપદનો ઉપયોગ કરો. મિત્રો, ચાલુ ભૂતકાળ પૃષ્ઠભૂમિ ક્રિયાનું વર્ણન કરે છે. વ્યક્તિઓનું સમૂહ જ્યારે ચાલતું હતું ત્યારે તેમને રીંછને જોયું. વાત અગત્યની છે, તે જણાવવા માટે સામાન્ય ભૂતકાળ ‘saw’ નો ઉપયોગ કર્યો.

Tom
Let’s practice some past continuous. We don’t usually stress was or were. Repeat after me:

were

were walking

We were walking.

looking

was looking

I was looking at him.

પ્રેઝન્ટર
હવે, ઘટનાઓનાં ક્રમ વિશે એક પ્રશ્ન. તમે બીજો ભાગ સાંભળો. પહેલાં શું થયું? Guide નું સમૂહને સૂચન આપવું કે પછી સમૂહનું આગળ વધવું?

Insert
Luckily before we started walking, our guide had given us instructions.

Tom
So, first, the guide gave the group instructions. Next, they started walking. The speaker says the guide ‘had given us instructions’. This sentence uses the past perfect tense.

પ્રેઝન્ટર
મિત્રો, ભૂતકાળમાં કોઈ ઘટના પહેલાંની ઘટના વિશે જણાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરો. અંગ્રેજી શબ્દ ‘had’ ની સાથે ક્રિયાપદના ભૂતકૃદંતનો ઉપયોગ કરીને પૂર્ણ ભૂતકાળ બનાવી શકાય છે.

Tom
Notice that the speaker used the adverb ‘before’ to show what happened first. They said ‘before we started walking, our guide had given us instructions’. Had given is the past perfect tense. Let’s practise the pronunciation together. ‘Had’ is not usually stressed when we use the past perfect tense. So, repeat after me.

Had

Had given

She had given

She had given us instructions.

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. જોઈએ કે હવે તમે કાળનો ઉપયોગ કરીને કેટલી સારી રીતે વાર્તા કહી શકો છો. હવે કહો કે ચાલતી વખતે તમને જમીન ઉપર એક 'envelope' એટલે કે પરબીડિયું મળ્યું. પોતાનો જવાબ ટોમ સાથે સરખાવો.

Tom
I was walking to work and I found an envelope on the floor.

પ્રેઝન્ટર
સરસ. હવે કહો કે તમે જ્યારે પરબીડિયું ખોલ્યું તો એમાં પૈસા હતા. યાદ રહે કે જવાબ આપતી વખતે ‘had’ નો ઉપયોગ કરવાનું છે.

Tom
I opened the envelope and someone had put money in it.

પ્રેઝન્ટર
Wow, I wonder what happens next in this story…

Tom
I'm afraid we don't have time to find out. How do you think it ends?

પ્રેઝન્ટર
Hmm…I am not sure about it. તો મિત્રો, હવે તમને ખબર છે કે અંગ્રેજીમાં ટૂંકી વાર્તા કઈ રીતે કરવી. અમારા સોશિઅલ મિડિયા પેજમાં આવો અને એક ટૂંકી વાર્તા જણાવો. અમને સાંભળવી ગમશે. Join us next time for more 'How do I…? Bye!

Learn more

1. Past simple

ભૂતકાળમાં સમાપ્ત થયેલ વસ્તુઓ વિશે વાત કરવા માટે સામાન્ય ભૂતકાળના ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક આનો ઉપયોગ ચાલુ ભૂતકાળ અથવા પૂર્ણ ભૂતકાળનાં સાથેનો વિરોધાભાસ જણાવવા માટે થાય છે.

  • We saw a bear.
  • We followed her instructions.
  • The bear left and went back into the woods

2. Past continuous

જ્યારે કંઈક ચાલી રહ્યું હોય અને બીજી કોઈ ઘટના આકાર પામે ત્યારે એ વિશે જણાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ 'to be' ના ભૂતકાળ અને '-ing' સાથેનાં ક્રિયાપદથી બને છે.

  • We were walking up the mountain, when we saw a bear.
  • As we were walking, the bear left.

3. Past perfect

મિત્રો, ભૂતકાળમાં કોઈ ઘટના પહેલાંની ઘટના વિશે જણાવવા માટે સંપૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરો. અંગ્રેજી શબ્દ ‘had’ ની સાથે ક્રિયાપદના ભૂતકૃદંતનો ઉપયોગ કરીને સંપૂર્ણ ભૂતકાળ બનાવી શકાય છે. સામાન્યતઃ સંપૂર્ણ ભૂતકાળનો બીજા ભૂતકાળ સાથે ઉપયોગ કરવામાં આવે છે.

  • Luckily, before we started walking, our guide had given us instructions.
  • We did what she had told us.
  • I had seen bears before this trip.

How do I tell a short story?

3 Questions

Choose the correct option.
પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

What would you like to tell a story about? Come and tell us on our Facebook group.
તમે કઈ વાર્તા સંભળાવવાનું પસંદ કરશો? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને અમને જણાવો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • mountain
    ડુંગર

    bear
    રીંછ

    woods
    જંગલ

    guide
    માર્ગદર્શક

    face
    મોઢું