Session 13

Listen to find out how to talk about possible situations in the future in English.
સાંભળો અને જાણો કે ભવિષ્યનાં સંભવિત પરિસ્થિતિઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો.

Sessions in this unit

Session 13 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about possible situations in the future?

શનિવાર-રવિવારની રજાઓમાં આપણે શું કરીશું તે કઈ બાબત ઉપર આધાર રાખે છે?

  1. If it's sunny this weekend, I could go for a bike ride!
  2. If it's sunny, I might go shopping.
  3. If it's sunny, I may go to the beach.
  4. If it's sunny, I'll relax in the garden.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!

Sam
Hello!

પ્રેઝન્ટર
મિત્રો, આજનાં ઍપિસોડમાં ચર્ચા કરીશું કે તમે ભવિષ્યની સ્થિતિઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ચાર વ્યક્તિઓને સાંભળો જે ‘weekend’ એટલે કે શનિવાર-રવિવારે શું કરશે, તે વિશે જણાવી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ચારેય વ્યક્તિઓનું આયોજન શું છે.

  1. If it's sunny this weekend, I could go for a bike ride!
  2. If it's sunny, I might go shopping.
  3. If it's sunny, I may go to the beach.
  4. If it's sunny, I'll relax in the garden.

પ્રેઝન્ટર
તો મિત્રો, તમે કેટલું સમજી શક્યા? ચારેય વ્યક્તિઓનું આયોજન ‘sunny’ એટલે કે તડકા ઉપર આધારીત છે.

Sam
Yes, they all said 'if it's sunny' and the important word here is 'if'.

પ્રેઝન્ટર
‘If’ નો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓ વિશે વાત કરવા માટે કરી શકો છો. પણ આજે આપણે માત્ર ભવિષ્યની શક્યતાઓ વિશે ચર્ચા કરીશું. ભવિષ્યની શક્યતાઓ વિશે વાત કરવા માટે ‘if’ સાથે આપણે ક્રિયાપદનો ઉપયોગ કરીશું. ક્રિયાપદ વર્તમાનકાળ પ્રકારમાં હોવો જોઈએ.

Sam
Yes, and you can use any verb in the present after 'if' – 'if it rains', 'if you're late', 'if he comes'... But, what happens in the other part of the
sentence?

પ્રેઝન્ટર
તમે બે ક્રિયાપદોનો ઉપયોગ કરી શકો છો. હવે ફરીથી પ્રથમ વ્યક્તિને સાંભળો. તે કહે છે 'go for a bike ride' એટલે કે મોટર-સાઈકલ ઉપર ફરવા જશે. પણ 'go for a bike ride' પહેલાં તે કઈ ક્રિયાપદનો ઉપયોગ કરે છે?

If it's sunny this weekend, I could go for a bike ride!

પ્રેઝન્ટર
તે છે અંગ્રેજી શબ્દ 'could'. આ શબ્દ જણાવે છે કે શક્ય છે કે જો તડકો હશે તો એ મોટર-સાઈકલમાં ફરવા જશે. શક્યતાને જણાવવા માટે તે અંગ્રેજી શબ્દ possible નો ઉપયોગ કરે છે. તમે ‘could’ અને ‘not just go’ પછી કોઈ પણ મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો.

Sam
Yes, any verb, and the pronunciation is 'could'. Let's try that:

…could go…

If it's sunny, I could go for a bike ride.

પ્રેઝન્ટર
હવે બીજી વ્યક્તિને સાંભળો. અંગ્રેજી શબ્દ 'go' પહેલાં કઈ ક્રિયાપદનો ઉપયોગ કરે છે?

If it's sunny, I might go shopping.

If it's sunny, I may go to the beach.

પ્રેઝન્ટર
મિત્રો, શું તમે સાંભળ્યું? કંઈક ‘possible’ એટલે કે શક્ય છે તો એ વિશે જણાવવાં માટે તમે ‘may’ અને ‘might’ નો ઉપયોગ કરી શકો છો. ‘May’ અને ‘might’ પછી મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરો.

Sam
And let's look at the pronunciation together. Repeat after me:

…might go…

If it's sunny, I might go shopping.

…may go…

If it's sunny, I may go to the beach.

પ્રેઝન્ટર
Thanks, Sam. હવે છેલ્લી વ્યક્તિને સાંભળો. તે 'relax' પહેલાં કઈ ક્રિયાપદનો ઉપયોગ કરે છે? ગુજરાતીમાં 'relax' નો અર્થ થાય છે આરામ કરવું.

If it's sunny, I'll relax in the garden.

પ્રેઝન્ટર
તે કહે છે 'I'll' જે અંગ્રેજી શબ્દો 'I will' નું ટૂંકું સ્વરૂપ છે. આ કિસ્સામાં નક્કી છે જો તડકો હશે તો વ્યક્તિ ‘garden’ એટલે કે બગીચામાં આરામ કરશે. 'Could', 'may' અથવા 'might' ‘I’ll’ થી અલગ છે કારણકે ત્રણેય તડકા ઉપર આધારિત છે.

Sam
Quick practice of pronunciation:

I'll relax…

If it's sunny, I'll relax in the garden.

પ્રેઝન્ટર
Great! મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. હવે જણાવો કે જો તડકો હોય તો તમે દોડવા જશો. તમે જવાબ ત્રણ અલગ -અલગ રીતે જણાવી શકો છો. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો. વાક્ય પૂર્ણ કરો: If it's sunny…

Sam
If it's sunny, I could go running.

If it's sunny, I might go running.

If it's sunny, I may go running.

પ્રેઝન્ટર
સરસ! હવે કહો કે જો તમે કામ વહેલાં પૂર્ણ કરી લેશો તો ઘરે વહેલા જશો. જવાબ આપતી વખતે 'go home early' નો ઉપયોગ કરો. વાક્ય પૂર્ણ કરો: If I finish my work…

Sam
If I finish my work, I'll go home early.

That's a great idea, let's go home!

પ્રેઝન્ટર
Only if you finish your work, Sam…

Sam 
Oh, ok.

પ્રેઝન્ટર
Thanks for joining us. Bye!

Sam
Bye, everyone!

Learn more

1. 'If' નો અર્થ શું થાય છે?

'If' નો અર્થ થાય છે 'જો'. જો વાક્યનાં એ ભાગને પ્રસ્તુત કરે જેનાં ઉપર સમગ્ર વાક્યનો આધાર હોય છે. અંગ્રેજીમાં પરિસ્થિતિઓ વિશે વાત કરવા માટે 'if' નો ઉપયોગ કરી શકો છો, પણ તે ભવિષ્યની સ્થિતિ ઉપર ક્રેંદ્રિત રહશે. ભવિષ્યની પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે 'if' ની સાથે ક્રિયાપદનો ઉપયોગ કરો. ક્રિયાપદ વર્તમાનકાળમાં હોવો જોઈએ.

  • If it rains
  • If you're late…
  • If he comes

2. વાક્યની એ સ્થિતિ જે 'if' એટલે કે 'જો' ઉપર આધારીત છે, તે વિશે કઈ રીતે વાત કરું?

આ વિશે વાત કરવા માટે વિવિધ રીતો છે, જે આધારીત છે કે તમે શું જણાવવા માંગો છો.  

could/ might/ may + base verb = કંઈક જે શક્ય છે.

  • If it's sunny, I might go shopping.
  • If it's sunny, I may go to the beach.

will + base verb = કંઈક જે થવું નક્કી છે.

  • If it's sunny, I'll relax in the garden. 

3. શું હું નકારાત્મક પ્રકારનો ઉપયોગ કરી શકું?

હા, તમે નકારાત્મક પ્રકારનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે વાક્યનાં બન્ને પ્રકારમાં 'not' નો ઉપયોગ કરો.

  • If it isn't sunny this weekend, I might stay at home.
  • It if rains this weekend, I won't go to the beach.

4. શું હું વાક્યનાં ક્રમમાં ફેરફાર કરી શકું?

હા કરી શકો! તમે વાક્યનાં બે ભાગોમાં ફેરફાર કરી શકો અને છતાં અર્થ નહીં બદલાઈ જાય. પણ યાદ રહે કે વાક્યનાં પહેલાં 'if' નો ઉપયોગ નહીં કરો તો વાક્યનાં બન્ને ભાગ વચ્ચે અલ્પવિરામ આવશે નહીં.

  • If it's sunny, I might go shopping.
  • I might go shopping if it's sunny.

How do I talk about possible situations in the future?

3 Questions

Complete the gaps.
ખાલી જગ્યા ભરો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

What will you do this weekend if it's sunny? What rules do you have to follow? Come and tell us on our Facebook group!
જો શનિવાર અને રવિવારે તડકો હોય તો તમે શું કરશો? તમે કઈ નિયમોનું અનુસરણ કરશો? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • go for a bike ride
    મોટર-સાઈકલ ઉપર ફરવા જશે

    go shopping
    બજારમાં ખરીદી કરવું

    go to the beach
    દરીયા કિનારે ફરવા જવું 

    relax in the garden
    બગીચામાં આરામ કરશે