1

Unit 1: Essential English Conversation

Select a unit

  1. 1 Essential English Conversation

Session 19

Listen to find out how to talk about different meals.
જાણો, અંગ્રેજીમાં તમે કેવી રીતે વિવિધ વાનગીઓ વિશે વાત કરશો.

Session 19 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

Different meals વિવિધ વાનગીઓ

Listen to find out how to talk about different meals.
જાણો, અંગ્રેજીમાં તમે કેવી રીતે વિવિધ વાનગીઓ વિશે વાત કરશો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં તમારું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે એ સવારનાં નાસ્તામાં શું આરોગે છે.
મિત્રો, પહેલાં તમે સાંભળો ફિલ અને શોનને. બન્ને એક-બીજાને સવારનાં નાસ્તો વિશે જણાવી રહ્યા છે .

Phil
Hi Sian. What do you eat for breakfast?

Sian
I usually eat porridge for breakfast. What about you?

Phil
I always eat fruit.

પ્રેઝન્ટર

થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલા ફિલ શોનને પૂછે છે કે એને સવારનાં નાસ્તામાં શું ખાધુ? મિત્રો, અંગ્રેજીમાં સવારનાં નાસ્તાંને કહીશું ‘breakfast.’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

What do you eat for breakfast?

પ્રેઝન્ટર
મિત્રો, તમે સામેની વ્યક્તિને ‘lunch’ અથવા ‘dinner’ વિશે પણ પૂછી શકો છો. ગુજરાતીમાં ‘lunch’ એટલે બપોરનું ભોજન અને ‘dinner’ એટલે સાંજનું ભોજન.
What do you eat for lunch?

What do you eat for dinner?

પ્રેઝન્ટર
ફિલને જવાબ આપતાં શોન જણાવે છે કે સવારનાં નાસ્તામાં તે ‘usually’ એટલે કે સામાન્યત: ‘porridge’ આરોગે છે. વાક્યને સાંભળો અને અભ્યાસ કરો.

I usually eat porridge for breakfast.

પ્રેઝન્ટર
મિત્રો, જો તમે કોઈક વાનગી કાયમ અથવા ક્યારેક સવારનાં નાસ્તામાં આરોગો છો કે અંગ્રેજીમાં કહેશો ‘always’ અથવા ‘sometimes’. ગુજરાતીમાં ‘Always’ એટલે કાયમ અને ‘sometimes’ નો અર્થ થાય છે ક્યારેક.

I always eat porridge for breakfast.

I sometimes eat porridge for breakfast.

પ્રેઝન્ટર
જવાબ આપ્યાં બાદ શોન એજ જ પ્રશ્નનો જવાબ જાણવાં ફિલને કહે છે ‘what about you?’ જો તમને પૂછેવામાં આવેલ સવાલનો જવાબ સામેની વ્યક્તિ પાસેથી પણ જાણાવો હોય તો અંગ્રેજીમાં કહેશો ‘what about you?’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.

What about you?

પ્રેઝન્ટર
ફિલ કહે છે એ કાયમ ‘breakfast’ એટલે કે સવારનાં નાસ્તામાં ફળો આરોગે છે. ફળોને અંગ્રેજીમાં કહીશું ‘fruits.’

I always eat fruit

પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને સવારનાં નાસ્તાં વિશે વાતચીત કરતાં સાંભળીએ.

રોબ ‘lunch’ માં ફળો અને ફિશ સ્ટયુ આરોગે છે જ્યારે નિકોલ ‘chicken’ અને ‘rice’ જમે છે. મિત્રો, ‘chicken’ નો અર્થ થાય છે પાળેલી મરઘી કે મરઘાનું માંસ અને ‘rice’ એટલે ચોખા.

Hi Rob. What do you eat for lunch?

I usually eat fish stew for lunch. How about you?

I usually eat chicken and rice.

હિધર ‘dinner’ માં ‘lamb’ જેને ગુજરાતીમાં ઘેટાનું માંસ કહેવામાં આવે છે તે જમે છે જ્યારે નિક ‘vegetables’ એટલે કે શાકભાજી આરોગે છે.

Hi Heather. What do you eat for dinner?

I always eat lamb for dinner. What about you?

I usually eat vegetables

પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજીનાં વાક્યોને સાંભળો અને બોલો.

What do you eat for breakfast?

I usually eat porridge for breakfast.

What about you?

I always eat fruit

પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.

તમે સવારનાં નાસ્તામાં શું ખાવ છો?

What do you eat for breakfast?

હું સામાન્યતઃ પૉરિજ આરોગું છું

I usually eat porridge for breakfast.

તમારા વિશે જણાવો

What about you?

હું કાયમ ફળ આરોગું છું.

I always eat fruit

પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમને ખબર છે કે અંગ્રેજીમાં કેવી રીતે ભોજન વિશે વાત કરવી. હવે ફિલ સાથે વાત કરીને અભ્યાસ કરો.
What do you eat for breakfast?

I always eat fruit

પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે વાનગીઓ વિશે વાત કરી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!

Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.

Different meals

3 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

  • What do you eat for breakfast?
    તમે સવારનાં નાસ્તામાં શું ખાવ છો?

    I usually eat ______ for breakfast.
    હું સામાન્યતઃ_______આરોગું છું

    I always eat ______.
    હું કાયમ______આરોગું છું.

    What about you?
    તમારા વિશે જણાવો

    lunch
    બપોરનું ભોજન

    dinner
    સાંજનું ભોજન

    porridge
    પૉરિજ

    fruit
    ફળ

    fish stew
    ફીશ સ્ટયૂ

    chicken and rice
    પાળેલી મરઘી કે મરઘાનું માંસ અને ચોખા.

    lamb
    ઘેટાનું માંસ

    vegetables
    શાકભાજી