Session 2

Listen to find out how to talk about being ill.
સાંભળો અને જાણો કે તમે પોતાની બીમારી વિશે કઈ રીતે વાત કરશો

በዚህ ክፍል ያሉ ክፍለ ጊዜያት

ክፍለጊዜያት 2 ነጥብ።

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about being ill?

આજના ઍપિસોડમાં આપણે બીમાર હોવા વિશે વાત કરીશું:
સાંભળો અને જાણો કે જ્યારે તમારી તબીયત સારી ન હોય તો શું કહેશો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

ፅሁፍ አሳይ ፅሁፍ ደብቅ

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન...હેલ્લો શાન વેલકમ!

Sian
Hi, everybody!

પ્રેઝન્ટર
મિત્રો, જો તમે બીમાર હોવ તો અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? આજે અમે આ અંગે વાત કરીશું. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો જે પોતાની તબિયત વિશે જણાવી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ત્રણેયમાંથી કેટલા લોકોની તબિયત સારી છે.

I've got a cold’.

‘I have a sore throat and a cough’.

‘I have a headache.’

પ્રેઝન્ટર
Ok, તો કોઈની પણ તબીયત સારી નથી. So, Sian, shall we look at the language and some vocabulary to talk about being ill?

Sian
Yes, the first person said 'I've got a cold'. So if you have an illness, you can say 'I've got' and then give the name of the illness.

પ્રેઝન્ટર
Yes. તો cold એટલે શરદી. અને મિત્રો, અંગ્રેજી શબ્દ ‘a’ નો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં.

Sian
Yes although if you have 'the flu', we use 'the' not 'a'. So we say 'I've got a cold' but we say 'I've got the flu'.

પ્રેઝન્ટર
That's right. Flu એટલે સળેખમ સાથેનો તાવ. Now shall we look at some of the symptoms of a cold or the flu? મિત્રો, symptoms ને ગુજરાતીમાં કહીશું રોગનું લક્ષણ.

Sian
Yes, so speaker two says 'I have a cough' – and a cough is this. Let's practise the pronunciation.

‘a cough’

‘I have a cough’

પ્રેઝન્ટર
તેમણે throat એટલે કે ગળામાં પણ તકલીફ છે. પોતાનું ગળું ખરાબ છે એ જણાવવા માટે ત્રણેય વ્યક્તિઓ ક્યા વિશેષણનો ઉપયોગ કરે છે? જાણવા માટે સાંભળો.

‘I have a sore throat’

Sian 
Yes, we use the adjective 'sore' when we feel pain. So you can have a sore arm or a sore leg for example. You can also use the verb 'hurt' – you can use 'hurt' with any body part where you feel pain. For example, my arm hurts, my head hurts, my legs hurt.

પ્રેઝન્ટર
હા, તમે વિશેષણ ‘sore’ અથવા ક્રિયાપદ ‘hurt’ નો ઉપયોગ કરી શકો છો. ગુજરાતીમાં sore નો અર્થ થાય છે ઘાવ અને hurt એટલે પીડા. જો શરીરનાં કોઈ એક અંગના દુઃખાવા વિશે વાત કરવી હોય તો અંગ્રેજી શબ્દ hurt નો ઉપયોગ કરો. અને ત્રીજા વ્યક્તિનાં દુઃખાવા વિશે વાત કરતી વખતે hurts નો ઉપયોગ કરો. The next person talked about a pain in his head.  Can you remember how he said this? ગુજરાતીમાં head નો અર્થ થાય છે માથું.

‘I have a headache.’

Sian
So with some body parts we use 'ache' to say that you have a continuous pain. So you can say 'I have a' or 'I've got a' and then the body part and the word ache. Let's practise the pronunciation. Repeat after me:

'ache'

'I have a headache'.

પ્રેઝન્ટર
Ok gre at. 'Ache’ એટલે દુખવું. બીજો અર્થ થાય છે વેદના. તમે ache નો ઉપયોગ શરીરનાં વિવિધ અંગો જેમ કે 'head' એટલે માથું, 'tooth' એટલે કે દાંત, 'back' એટલે કે પીઠનો ભાગ અને 'ear' એટલે કે કાનનાં દુઃખાવા વિશે જણાવવા માટે કરી શકો છો.

Sian
So, if you have a pain in your ear you can say 'I have an earache'.

પ્રેઝન્ટર
મિત્રો, પોતાની બીમારી વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું તે અંગે આજે તમે જાણ્યું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે ડૉક્ટરને કઈ રીતે જણાવશો કે તમને પેટમાં દુઃખે છે અને સાથે-સાથે કફ પણ છે? પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.

Sian
I have a stomach ache and a cough.

પ્રેઝન્ટર
Did you say the same? હવે તમે પોતાના બૉસને કહો કે તમને ફલુ છે અને એટલા માટે આજે તમે કામ પ નહીં આવી નહીં શકો. પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.

Sian
I've got the flu.

પ્રેઝન્ટર
તમને હાથમાં દુઃખાવો છે તો અંગ્રેજીમાં કઈ રીતે કહેશો? તમે 'sore' અથવા 'hurt'નો ઉપયોગ કરી શકો છો. શાન તમને બે સંભવિત જવાબ જણાવશે.

Sian
I have a sore hand.

My hand hurts.

પ્રેઝન્ટર
Did you say the same?

Sian
Well done! Hopefully you are all feeling well.

પ્રેઝન્ટર
Get well soon if not!

Sian 
Bye, everyone!

Learn more

1) હું કઈ રીતે કહું કે મને શરદી અથવા ફલૂ છે?

તમે અંગ્રેજી શબ્દો 'I have...' અથવા 'I've got' નો ઉપયોગ કરીને બીમારીનું નામ જણાવો. પણ 'a', 'is' અને 'the' નો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો.

  • I've got a cold
  • I have the flu 

2) શરીનાં ક્યા અંગો સાથે હું અંગ્રેજી શબ્દ 'ache' નો ઉપયોગ કરી શકું?

તમે 'tooth' એટલે કે દાંત, 'head' એટલે કે માથું, 'back' એટલે કે પીઠનો ભાગ, 'ear' એટલે કે કાન અને 'stomach' એટલે કે પેટનાં દુઃખાવા વિશે જણાવવાં માટે 'ache' ઉપયોગ કરી શકો છો.

  • I've got a stomach ache
  • I have a toothache

3) હું શરદી અને ફલૂનાં લક્ષણો કઈ રીત જણાવું?

તમે 'I have' અથવા 'I've got' નો ઉપયોગ કરીને બીમારીનાંં લક્ષણો જણાવી શકો છો.

  • I've got a sore throat
  • મારું ગળું ખરાબ છે
  • I've got a cough
  • મને ઉધરસ અને ખાંસી છે

  • I've got a temperature
  • મને તાવ છે

How do I talk about being ill?

3 Questions

Choose the correct option to fill the gap.
ખાલી જગ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

እንኳን ደስ ያለዎ ሙከራውን አጠናቀዋል
Excellent! Great job! መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
x / y

Come to our Facebook group and tell us how you feel.
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો કે તમે કેવો અનુભવ કરી રહ્યાં છો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • a cold
    શરદી

    the flu
    સળેખમ સાથેનો તાવ

    a cough
    ઉધરસ, ખાંસી

    a sore throat
    ગળું આવવું

    a headache
    માથાનો દુઃખાવો 

    a stomach ache
    પેટમાં દુઃખવું 

    a toothache 
    દાંતમાં દુઃખાવો

    an earache
    કાનમાં દુઃખાવો

    a backache
    પીઠનો દુખાવો